રાજુલા-જાફરાબાદની જીવાદોરી જેવો ધાતરવડી-1 ડેમ જોખમમાં

અમરેલી,
આડેધડ અને નિયમ વગર થતા ગેરકાયદેસરના બ્લાસ્ટીંગને કારણે રાજુલાના ભાક્ષી ગામે આવેલો વિશાળ ધાતરવડી-1 ડેમ જોખમમાં મુકાયો છે અને તે ગમે ત્યારે તુટી પડે તેવી સ્થિતિ સર્જાતા ઉચ્ચ કક્ષાએ રજુઆતો થઇ છે.
આ અંગે થયેલી રજુઆતમાં જણાવાયું છે કે, રાજુલા તાલુકા ના ભાક્ષી ગામ ના રેવન્યુ સર્વે 16/5 ,16/6 તથા સરકારી પડતર સર્વે નંબર માં ધાતરવડી ડેમ -1 ના હેઠવાસ માં બે બ્લેક પથ્થર ની લીજો આપવામાં આવેલ છે. આ લીજો ડેમ ની અંતર લાઈન થી એકદમ નજીક હોય આ ખાણો માં રપ થી 50 ફૂટ ઉંડા 6 ઇંચ પહોળા વોલ કરી એક સાથે 50 થી 100 વોલ માં હજારો કિલો દારૂ ગોળો નાખી મોટું બ્લાસ્ટિંગ કરવામાં આવે છે જેના કારણે આસપાસ ના 3 થી 4 કિ.મી સુધી આ બ્લાસ્ટિંગ ની ધ્રુજારી આવે છે અને આ ખાણો ની નજીક આવેલ ગામો માં લોકો ના મકાન માં તીરાડો પડી જાય છે .અને માળી ઉપર મુકેલ વાસણો પણ પડી જાય છે .તેથી આ ધાતરવડી ડેમ-1 આ ખાણો ની એકદમ નજીક 300 મીટર થી 500 મીટર ની અંદર આવેલ છે. તો આ ડેમ ની શું પરીસ્થિતી થતી હશે તે પણ એક ગંભીર અને વિચારવા જેવો મુદ્દો છે, તેથી આ મોટા બ્લાસ્ટીંગ ના કારણે આ ધારેશ્ર્વર ડેમ નં-1 માં તીરડો પડવાની અથવા તો ડેમ તૂટી જવાની દેહશત (ભીતી) છે. આ ધાતરવડી ડેમ -1 રાજુલા,જાફરાબાદ શહેર ને પીવા નું પાણી પુરૂ પાડે છે તેમજ રાજુલા તાલુકા ના 15 થી 20 ગામ ના અંદાજે 7 થી 8 હજાર ખેડૂતો ને સિંચાઈ નું પાણી પુરૂ પાડે છે આ મોટાબ્લાસ્ટીંગ બાબતે ખેડૂતો એ અનેક વખત અરજીઓ કરેલ છે .તેમજ મોટા આગરીયા ગામ ના સરપંચે સબંધીતોેને રૂબરૂ લેખીત અરજીઓ આપેલ છે.એક અરજદારે નામદાર ગુજરાત હાઈકોર્ટ માં પણ આ મોટા બ્લાસ્ટીંગ સબંધ માં સ્પે . સિવિલ એપ્લિકેશન નં 3887/19(જાહેરહિત અરજી) દાખલ કરેલ છે.
આ કાળા પથ્થર ની ખાણો ચાલુ રહે અને ટ્રેકટર થી સવા ઈંચ કે દોઢ ઈંચ ના 3 થી 4ફૂટ ઉંડા વોલ કરી ને બ્લાસ્ટીંગ કરી પથ્થર કાઢવા માં આવે અથવા તો બ્રેકર થી પથ્થર કાઢવા માં તો આમ જનતા તથા ખેડૂતો ને વાંધા સરખું નથી. તેમને વાંધો ફક્ત આ મોટું ડ્રીલિંગ કરી ર5 થી 50 ફૂટ ઉંડે સુધી દારૂ ગોળો ભરી એક સાથે 50 થી 100 વોલ નું બ્લાસ્ટિંગ ફોડવા માં આવે છે. તેની સામે છે .આ ડેમ અગાઉ જ્યારે1992માં રાજકોટ શહેર માં પીવા ના પાણી ની અછત ઉભી થયેલ તે વખતે રાજુલા થી ટ્રેન મારફત આ ડેમ નું પાણી રાજકોટ શહેર ને પુરૂ પાડવા માં આવતું હતું
અગાઉ 2019 માં પબ્લીક નો વિરોધ થવાથી જે તે સમય ના ભૂસ્તરશાસ્ત્રી અમરેલી દ્વારા ડાયરેક્ટર જનરલ ઈન્સ્ટ્રીયુટ ઓફ ર્યીરઅજૈબચન ગાંધીનગર ને સર્વે કરવા બોલાવવા માં આવેલ પણ ત્યારે આ બન્ને ઓફિસ ના આધિકારી શ્રી ઓ દ્વારા ખાણ (લીજ) માલિક સાથે મીલી ભગત કરી સામાન્ય ઓછી ઉંડાઈ વાળા વોલ કરી નહિવત દારૂ ગોળો નાખી બ્લાસ્ટિંગ કરી ને સરકાર ને નેગેટિવ રિપોર્ટ આપી દીધો કે આ લીજો માં બ્લાસ્ટિંગ કરવા થી આ ડેમ ને કઈજ નુકશાન થતું નથી. આ પ્રકાર નું વ્યવસ્થિત પડ્યંત્ર થયું હોય તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે.
આ મામલે શીવશકિત પબ્લીક ટ્રસ્ટ દ્વારા રાજુલા જાફરાબાદ શહેર ના રહીશો ,તેમજ ડેમ ના પાણી નો ઉપયોગ કરતાં ખેડૂતો ની માગણી છે કે હજી એકવાર આ ડેમ ની નજીક આવેલ લીજો માં બ્લાસ્ટિંગ ના વાઇબ્રેશન થી થતાં નુકશાન નો અમારી રૂબરૂ બ્લાસ્ટિંગ કરાવી સર્વે કરવા માં આવે તેથી દુધ નું દુધ અને પાણી નું પાણી થઈ જશે .અન્યથા ભવિષ્ય માં આ ધાતરવડી ડેમ -1 નું જેવુ મોરબી માં મચ્છુ ડેમ નું હોનારત થયેલ તેનું પુનરાવર્તન થશે તેમાં કોઈ શંકા નથી , અને ધાતરવડી ડેમ -1ના નીચાણ માં આવતા પંદર થી વીસ ગામમાં તારાજી સર્જાશે અને કદાચ આ તમામ ગામ ના રહીશો તેમજ પશુધન ની આ ડેમ ના પાણી માં જળ સમાધિ થઈ જશે .તેવું ભવિષ્ય માં પણ નકારી શકાતું નથી.તેમ દિપડીયા ગામના હનુભાઇ અમરૂભાઇ ખુમાણ દ્વારા અમરેલી ભુસ્તરશાસ્ત્રી ખાણખનીજ નકલ મુખ્યમંત્રી, મહેસુલમંત્રી, જિલ્લા કલેકટર, નાયબ કાર્યપાલક રાજુલા સહિતને ફરિયાદ મોકલી આપેલ છે.