રાજુલા,
આજે ગાંધીનગરમાં શ્રી ગણપતભાઇ વસાવાના અધ્યક્ષપદે યોજાયેલી ગુજરાત સરકારની જાહેર સાહસો સમીતીની ઉર્જાને લગતી બેઠક વીજ કંપનીના અધિકાારીઓનીે ઉપસ્થિતિમાં યોજાઇ હતી જેમાં રાજુલાના ધારાસભ્ય શ્રી હિરાભાઇ સોલંકી દ્વારા રાજુલા-જાફરાબાદ શહેરમાં અંડરગ્રાન્ડ વીજલાઇનો નાખવા માંગ કરાઇ હતી અને સાથે સાથે જનાવરોની રંજાડ હોય તેવા રાજુલા-જાફરાબાદ-ખાંભાના ગામોમાં ખેડુતોને દિવસના સમયે કિસાન સુર્યોદય યોજનામાં વિજળી આપવામાં આવતી હતી તે તાઉતે વાવાઝોડા સમયથી 22 જેટલા ગામમાં ખોરવાઇ ગઇ હતી આ કિસાન સૂર્યોદય યોજનાને ખોરવાયેલા ગામોમાં ફરી કાર્યરત કરવા શ્રી હિરાભાઇ સોલંકી દ્વારા ધારદાર રજુઆત કરવામાં આવી .