રાજુલા જાફરાબાદમાં અંધારપટ : હવે પીવાના પાણી માટે વલખા

  • તાઉતે વાવાઝોડાએ તબાહી મચાવતા લોકો હેરાન પરેશાન થઇ ગયા]
  • રાજુલા – જાફરાબાદમાં વાવાઝોડાને કારણે એક મૃતદેહ દબાઇ જતા બહાર કાઢીને પી.એમ.કર્યા વિના જ અગ્ની સંસ્કાર કરી દેવાયો : રસ્તા બંધ હોવાથી પી.એમ.ન થયું : ગામમાં સર્વે કરે તો અનેક ગામોમાં મોટી સંખ્તામાં મૃતદેહોનો આંકડો બહાર આવશે : સાગર ખેડુને લાખો રૂપીયાનું નુકશાન

રાજુલા,
રાજુલા જાફરાબાદ માં વીજ પુરવઠો બંધ રાજુલા જાફરાબાદ અને ગ્રામ્ય વિસ્તારમાં પીવાના પાણી માટે વલખા ચાર દિવસથી મોબાઇલ સેવાઓ બંધ હતી લોકો રોકડ પૈસા માટે પણ આંટાફેરા તમામ બેંકો એ.ટી.એમ બંધ આજ સવારથી દૂધ આવી પહોચંયુ હતુ.અખબારી પાર્સલો પણ આવ્યા હતા. રાજુલામાં ગમે તેમ કરે તો પણ વીજપુરવઠો શરૂ થાય તેમ નથી શહેર કે ગ્રામ્ય વિસ્તારમાં એક પણ પોલ બચવામાં આવ્યો નથી કેવી ઉદ્યોગોની લાઈનો પણ થાંભલા પડી ગયા છે. રાજુલામાં અંદાજે 8થી 10 હજાર ફૂલ વિજપોલ પડી છે.ગ્રામ્ય વિસ્તારોમાં ડેડ બોડી દબાઈ જતા બહાર કાઢી તેજ ગામમાં અગ્નિ સંસ્કાર કરી દેવામાં આવ્યા હતા. સત્તાવાર રીતે ચોપડે નોંધાયેલ નથી અને એક ગામમાં મૃત્યુ થયેલ પણ રસ્તા બંધ હોવાથી ગામડાની ડેડબોડી પીએમ માટે આવી શકી નથી સરકાર સર્વે કરે તો હજી અનેક ગામમાં મૃતકોની સંખ્યા બહાર આવશે.રાજુલા જાફરાબાદ માં વીજ પુરવઠો બંધ છે. હવે જો વિજપુરવઠો શરૂ ન થાય તો લોકોને પિવાના પાણીની પણ મુશ્કેલી ઉભી થશે તેમ જાણવા મળ્યું છે.સરકાર સર્વે કરે તો હજી અનેક ગામમાં મૃતકોની સંખ્યા બહાર આવશે. બગીચાઓ સંપૂર્ણ નાબૂદ ખેડૂતોના કરોડો રૂપિયાનું નુકસાન સાગર ખેડૂતોને પણ લાખોનું નુકશાન ગ્રામ્ય વિસ્તારમાં તાત્કાલીક સર્વે કરવા મા આવે તેવી લોક માંગણી ઉઠી છે.