રાજુલા જાફરાબાદમાં કપાસ-મગફળીમાં મુંડા અને ઈયળનો ઉપદ્રવ

  • ખેડૂતોએ મોંઘા ભાવના બિયારણો વાવી દિવસ-રાત સતત મહેનત કરી અને રોગચાળો આવતા મોંએ આવેલો કોળીયો છીનવાય જાય તેવી સ્થિતિ

રાજુલા,
વરસાદથી ખેડૂતોના પાક મગફળી કપાસના વાવેતરને આ વરસાદથી ખૂબ જ ફાયદો થયો પરંતુ માનવ જીવનમાં અચાનક કોરોના પ્રવેશતા લોકો હેરાન-પરેશાન થઇ ગયા છે. કપાસ અને મગફળી ના મૂળમા મુંડા ઈયળ જીવાત કપાસના છોડમાં આવી જતા ભારે ખેડૂતોને પાકને નુકશાન થઇ રહ્યું છે . ઈયળ ખાય જાય છે ગમે તેટલી મોંઘા ભાવની દવા છટકાવ કરવા છતાં આવી ઈયળો મોતને ઘાટ ઉતરતી નથી. મૃત્યુ પામતી નથી અને દવાની અસર થતી નથી જેથી આવા છોડ પૂરતા પ્રમાણમાં ડાળીઓ મૂકતા નથી કે ફુલ કે દોડવા ખીલતા નથી અને ખેડૂતોને આર્થિક રીતે નુકશાન થાય છે આવા સમયે ખેડૂતો ને પગભર કરવા માટે અને ખેતી ગુણવત્તા અધર લાવવા માટેસ્વર નિર્ભય અને પગભર કરવા માટે સરકાર દ્વારા ખેડૂતોને અગાઉ.ના વર્ષોમાં ખેડૂતોને. પૂરતા પ્રમાણમાં દવા અને સબસીડી દવા છટકાવ પંપ સબસીડી મળતા હતા તેવી રીતે કૃષિ વિભાગ દ્વારા સરકાર દ્વારા ખેડૂતો તાત્કાલિક ધોરણે દવા ની સબસીડી પૂરતા પ્રમાણમાં ખેતી માં જોઈએ તેટલી . દવા સબસીડી મંજુર કરવી જોઈએ અને બીજી તરફ અગાઉના વર્ષોમાં બે થી ત્રણ ગામ વચ્ચે એક ગામ સેવક હતો જે ખેડૂતોને માર્ગદર્શન આપતા હતા આજે 25 ગામ વચ્ચે એક ગામ સેવક હોય છે જેથી ખેડૂતો પણ ગામસેવક પાસેથી માર્ગદર્શન મેળવી શકતા નથી જેથી ગામ સેવકોને પણ જગ્યા ભરવી જોઇએ જેથી ખેડૂતોને ગામસેવક પાસેથી પૂરતા પ્રમાણમાં આધુનિક ખેતી આધુનિક બિયારણ દવા ખેતી વિશે માર્ગદર્શન મેળવી શકે આમ રાજુલા જાફરાબાદ પંથકમાં લીલી ઈયળ કપાસ અને મગફળી માં ભારે રોગચાળો વકર્યો હોવાનું ખેડૂત અગ્રણી અને કોંગ્રેસના આગેવાન એવા શ્રી કનુભાઈ ધાખડા એ જણાવ્યું છે કે ઈયળના ઉપદ્રવથી સામે સરકાર દ્વારા દવા ની સબસીડી નું પેકેજ જાહેર કરવું જોઈએ અને ખેડૂતોને સરકાર કોઈ મદદ નહીં કરે તો આ વિસ્તારના ખેડૂતો દિવસે દિવસે લેણદાર બનતા જશે . તેના માટે આ સરકાર જવાબદાર રહેશે અને દેવાના ડુંગરમાં ડૂબતા જશે ગામડા પણ ભાંગતા જશે આ અંગે આ પ્રશ્ને ને વિરોધ પક્ષના નેતા શ્રી પરેશભાઈ ધાનાણી . તથા રાજ્યસભાના સભ્યશ્રી શક્તિસિંહ ગોહિલને અને કૃષિ મંત્રાલયને કનુભાઈ ધાખડા પત્ર પાઠવ્યો હતો.