રાજુલા જાફરાબાદમાં ઘરે ઘરે શરદી ઉધરસના વાયરા

રાજુલા, રાજુલા જાફરાબાદ શહેરના ગ્રામ્ય વિસ્તારોમાંથી ઠંડી પડતા જ શરદી તાવ શરદી નો વાયરો બેફામ બન્યો છે રાજુલામાં ખાનગી પ્રાઇવેટ સરકારી દવાખાનામાં જ્યાં નજર ફેરવો ત્યાં ઉધરસ શરદી અને તાવ ના કેસ ઠેર ઠેર જોવા મળી રહ્યા છે કારણકે દિવસે દિવસે ઠંડી પડતા સાથે જ શરદી તાવનું રોગ ફૂલો છે જેમાં મુખ્ય કારણ એ છે કે નાના બાળકો ખાસ કરીને મીઠાઈઓ તેમજ લગ્ન ગાળાની સિઝન હોવાથી મીઠાઈ ખાતા અને હવામાન બદલાતા આરોગશાળો વધતો જાય છે આ રોગ શાળાને કાબુમાં લેવા માટે સરકારી દવાખાને હજી ડોક્ટરની જગ્યાઓ ખાલી છે ત્યારે તે જગ્યાઓ ભરાવી જોઈએ તેમજ ઠંડી ધૂળ ઉડવાના કારણે અને મીઠાઈ ખાવાના કારણે હાલ તો રાજુલા જાફરાબાદ ગ્રામ્ય વિસ્તારમાંથી પણ ખૂબ જ દર્દીઓ રાજુલા હોસ્પિટલમાં સારવાર અર્થે આવે છે મોટાભાગના દર્દીઓ સરકારી હોસ્પિટલમાં જવાનું ટાળી અને પ્રાઇવેટમાં વધુ જોવા મળે છે તેમજ ગ્રામ્ય વિસ્તારમાં હજી ડીગ્રી વગરના ડોક્ટરો રાજુલા જાફરાબાદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારો પીપળીકાંઠા સાસ બંદર ટીંબી ડુંગર વિક્ટર સહિત વિસ્તારોમાં ડિગ્રી વગરના ડોક્ટરો છે તેની પણ આરોગ્ય અધિકારીએ તપાસ કરવી જોઈએ અને આ રોગચાળો ખાસ કરીને હવામાન ફેરફાર થતા દર્દીઓની સંખ્યામાં વધારે પડતો તાવ ઉધરસ શરદી ના કેસો ની સંખ્યા વધી ગઈ છે અને પ્રાઇવેટ એક સરકારી દવાખાનામાં દર્દીને બતાવવા માટે બે કલાક વાટ જોવી પડે છે ત્યારે તાત્કાલિક આ રોગ કાબુમાં લાવવા માટે ગ્રામ્ય વિસ્તારના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર જાગૃત થાય અને સર્વે કરી દવાઓ આપવામાં આવે તેવી માંગણી અને લાગણી ગ્રામ્ય વિસ્તારમાંથી છે