રાજુલા જાફરાબાદમાં પુ.પાંડુરંગદાદાની જન્મ શતાબ્દી ઉજવાઇ

  • સ્વાધ્યાય પ્રવૃત્તિના પ્રેરણા સ્ત્રોત પુ.દાદાએ રાજુલામાં તત્વજ્યોતી નામની સંસ્થાની સ્થાપનાં કરી હતી 
  • કોરોનાની મહામારીને કારણે માત્ર ત્રિકાળ સંધ્યા કાર્યક્રમ યોજી આસ્થાભેર ભવ્ય ઉજવણી કરી
  • કોટડી, આગરીયા, સરોવડા, રોહીશા, બલાણાનાં યુવાનોને શીખ આપવામાં પુ.દાદાનો મહત્વનો ફાળો 

રાજુલા,
સ્વાધ્યાય પ્રવૃતિનાં પ્રરેણા પુજ્ય પાંડુરંગ દાદાનાં જન્મદિનની રાજુલા જાફરાબાદમાં આસ્થાભેર ઉજવણી કરવામાં આવી હતી. સ્વાધ્યાય પ્રવૃત્તિના પ્રેરણા અને ભારતીય સંસ્કૃતિનું નામ સમગ્ર વિશ્વમાં ઉજાગર કરનાર પુજ્ય પાંડુરંગ શાસ્ત્રીની જન્મ શતાબ્દીની રાજુલા જાફરાબાદ પંથકમાં ઉજવણી શરૂ થઇ છે. કોરોનાની મહામારી ને કારણે માત્ર ત્રિકાળ સંધ્યાને સરકારના આદેશનું પાલન થાય તે ધ્યાને લઇ ઉજવવામાં આવેલ. સ્વાધ્યાય પ્રવૃત્તિ ની શરૂઆત જ પૂજ્ય દાદા એ સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લાના રાજુલા તાલુકામાં તત્વો જ્યોતિ નામની સંસ્થા પૂજ્ય દાદા એ સ્થાપિત કરી હતી અને તેમાં શાસ્ત્રોને સંસ્કૃતનું જ્ઞાન અને અભ્યાસ સહિતની સુવિધાઓ હતી વિશાળ સંખ્યામાં જે તે વખતે વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હતા. અને ભગવાન યોગેશ્વર નો સંદેશો દાદાએ રાજુલા જાફરાબાદ તાલુકામાં જે તે વખતે બસ કે વાહન હાલે નહીં પણ રસ્તાની સુવિધા ન હતી ત્યારે પૂજ્ય દાદા એ પાંડુરંગ શાસ્ત્રીએ ઘોડા ઉપર પણ સ્વાધ્યાયનો સંદેશો ગામડે ગામડે પહોંચાડ્યો હતો .
રાજુલા તાલુકાના કોટડી આગરીયા અને જાફરાબાદના સરો વડા રોહિસા બલાણા ગામ એ લોકોને ત્રિકાળ સંધ્યા શ્લોક યુવાનોને શીખવાડવામાં મહત્વનો ફાળો પૂજ્ય દાદા નો હતો જાફરાબાદમાં તો સાગર પુત્રો સ્વાધ્યાયના પરિવાર દ્વારા એક મત્સ્યગંધા બોટ પણ બનાવવામાં આવી હતી અને ફિશિંગ ની આવકથી જરૂરિયાતવાળાને લોકોને લોકોને મદદ મળતી હતી ત્યારે આજે જાફરાબાદના સાગર પુત્ર અને સ્વાધ્યાય પરિવારના લોકો દ્વારા માસ્ક પહેરી ને અને સોશ્યલ ડીસ્ટન્સ જળવાય તે ધ્યાને લઇ માત્ર ત્રિકાળ સંધ્યા ને પૂજા કરવામાં આવી હતી.