રાજુલા જાફરાબાદમાં 55 ઇંચ વરસાદ થતા લીલો દુષ્કાળ જાહેર કરો

  • ઓણ સાલ જાણે કે કુદરત રૂઠયો હોય તેમ ખેડુતોના મો એ આવેલ કોળીયો છીનવી લીધો
  • ઓણસાલ સતત વરસાદને કારણે ખેતરોનું અને ખેડુતોના ઉભા મોલનું ધોવાણ થતાં ખેડુતોને પડયા પર પાટુ જેવી સ્થિતિ સર્જાઇ
  • ખેતરોમાં ઠેર ઠેર પાણી ભરાયા હોવાથી સર્વે થઇ શકે તેમ નથી : અધિકારીઓ અવઢવમાં
  • એક તરફ કોરોનાના કહેર વચ્ચે લોકડાઉન બાદ બિજી તરફ સતત વરસાદને કારણે ખેડુતોને મોએ આવેલ કોળીયો પણ છીનવાઇ ગયો

રાજુલા,રાજુલા જાફરાબાદ માં હવે 55 ઇંચ વરસાદ બાદ હવે સરકારે તાત્કાલિક લીલા દુષ્કાળગ્રસ્ત જાહેર કરવો જોઈએ અમરેલી જિલ્લાના રાજુલા જાફરાબાદ વિસ્તારમાં ભારે વરસાદના કારણે ખેડૂતો ત્રાહીમામ પોકારી ઉઠયા છે ગઈકાલે ચાર ઈંચ વરસાદ પડયો હતો અને આજે વહેલી સવારે એક જેટલો વરસાદ ખાબકતા મોસમનો કુલ ચૌદસો મીમી એટલે કે 55 ઉપર વરસાદ પડ્યો છે આમ સરકાર દ્વારા હાલ તો સરવેની કામગીરી શરૂ છે પરંતુ સર્વે કામગીરી પૂર્ણતાને આરે છે. સર્વે ની ટીમો પણ ખેતરમાં જઈ શકે તેવી સ્થિતિ નથી ત્યારે સંપૂર્ણ ખેતરોમાં પાણી ભરાઈ ગયું છે સર્વે થયા બાદ વરસાદ પડયો હોવાનું જાણવા પડે છે.

  • અતિ ભારે વરસાદથી ખેડુત અને ખેતી બંને ભાંગી ગયા : સરપંચ કાનજીભાઇ ચૌહાણ

ખેડૂત રાજુલા તાલુકાના સહકારી અગ્રણી અને સાસ બંદર સરપંચ કાનજીભાઈ ચૌહાણે જણાવ્યું કે આ વર્ષે ખેડૂતોના મોંમા આવલો કોળીયો આ વરસાદે જુટવી લીધો છે અને અતિ ભારે વરસાદથી ખેડૂત ખેતી ભાંગી ગઇ છે દરિયાકાંઠા વિસ્તારમાં માત્ર બાજરી નું વાવેતર હતું ભારે વરસાદના કારણે જમીનદોસ્ત થઈ જતા ડુડા ઓ માં બાજરો અને જુવારના વાવેતર ઉગી ગયો છે અને પાક સંપૂર્ણ નિષ્ફળ ગયો છે હવે ખેડૂતોના ખાતામાં પૈસા નાખવાની જરૂર છે સર્વે કરવાની જરૂર નથી સરકારે તાત્કાલિક દુષ્કાળ જાહેર કરવો જોઈએ તેમ સરપંચની માંગણી છે.

  • કોરોનાને કારણે ખેડુતોને દાઝયા ઉપર ડામ જેવી સ્થિતી : ખેડુત અગ્રણી ભોળાભાઇ વરૂ

નાગેશ્રી ગામના ખેડૂત અગ્રણી શ્રી ભોળાભાઈ વરુ એ જણાવ્યું હતું કે આ વર્ષે ખેડૂતોને દાઝયા ઉપર ડામ પડ્યા છે એક બાજુ કોરા ના કારણે ખેડૂતો ત્રાહિમામ પોકારી ગયા હતા અને બીજી તરફ અતિ ભારે વરસાદના કારણે ખેતરોમાં પાણી ભરેલા છે જગતના તાત ખેતીકામ કરી શક્યો નથી કોરાના ને કારણે મજૂરો પર કામે આવતા ન હતા મોંઘા ભાવના ઓડિયા ડીએપી ખાતર નાખવાથી . ખેડૂતોના ઘરમાં એક પણ પૈસા નથી અને જગતનો તાત નિરાધાર બની ગયો છે ત્યારે સરકારે યુદ્ધના ધોરણે અતિ દુષ્કાળ જાહેર કરી ખેડૂતોને દુષ્કાળ ના લાભો આપવા જોઈએ.

  • સરકાર ભલે સર્વે કરાવે કે ન કરાવે જગતનો તાત કફોડી સ્થિતીમાં છે : કનુભાઇ ધાખડા

ખેડૂત પ્રતિનિધિ શ્રી કનુભાઈ ધાખડા એ જણાવ્યું હતું કે સરકાર ભલે સર્વે કરાવે કે ન કરાવે પરંતુ જગતનો તાત કફોડી સ્થિતિમાં મુકાયો છે હાલ ખેતરોમાં પાણી ભરાયું છે જેથી સરકારે તાત્કાલિક ધોરણે રાજુલા જાફરાબાદ વિસ્તારને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવો જોઈએ અને સરકારે તાત્કાલિક ધોરણે ખેડૂતોને વિલમ કર્યા વિના ખેડૂતોને પૈસા ચૂકવવા જોઈએ કનુભાઈ ઘાખડા એ જણાવ્યું હતું .

  • પાક નિષ્ફળ ગયો છે ત્યારે ખેડુતોને સહાય મળવી જોઇએ : પ્રદયુમનભાઇ ગોહીલ

ટીંબી ગામ ખેડૂત અગ્રણી પદયુમન ભાઈ ગોહિલ આ વર્ષે દુષ્કાળમાં અધિકમાસ અને આ અધિક માસમાં દુષ્કાળ ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે અને દિવાળી ટાણે ખેડૂતો શું કરવું છે કફોડી સ્થિતીમાં મુકાયા છે વેચાણમાં પણ કપાસ નો પાક સંપૂર્ણ નિષ્ફળતા અમે 10% પણ ખેડૂતોના ઘરમાં આ વર્ષે પાકનું ઉત્પાદન આવ્યું નથી ખેડૂતોએ વીમા પ્રીમિયમ પણ ભર્યા છે જે વીમા કંપનીને કમાણી થવાની છે અને કોઇપણ ખેડૂત જે બે વર્ષથી આપતી કાઈ નથી ત્યારે સરકારે જાહેરાત કરી છે પાક ધોવાણ છે તાત્કાલિક સહાય ખેડૂતોને મળવી જોઈએ તેવી માંગણી ટીંબી પ્રદ્યુમન ભાઈ ગોહિલ દ્વારા કરાય છે.

  • સરકાર માત્ર 2 હેકટરના નાણા આપવાની છે : સરપંચ અનિરૂધ્ધભાઇ વાળા

સરપંચ આગેવાન એવા ખેડૂત શ્રી અનિરૂધ્ધભાઈ વાળાએ જણાવ્યું હતું કે. ખેડૂતોએ માત્ર કપાસ અને સિંહ નું વાવેતર કર્યું છે સંપૂર્ણ નિષ્ફળ ગયું છે ત્યારે સરકાર માત્ર 2 હેક્ટરના નાણાં આપવાની છે જે પણ વીસ હજાર રૂપિયા આપવાની છે ત્યારે હવે સર્વે જોયા વિના ખેડૂતોને આ નાણાં માત્ર જુજ રકમ છે ત્યારે આ રકમ પર જમીનના પ્રમાણમાં વધારવી જોઈએ તેવી માંગણી સરપંચ દ્વારા કરવામાં આવી છે રાજુલા જાફરાબાદ વિસ્તારમાં આ વર્ષે ખેતરોમાં આજની તારીખે પાણી ભરાયેલા છે સર્વે ની ટીમ પણ ખેતરોમાં જઈ શકે તેવી સ્થિતિ નથી આવા સંઘો સંજોગોમાં સરકારે જરાપણ વિલંબ કર્યા વિના ખેડૂતોના ખાતામાં પૈસા નાખી દેવા જોઈએ તેવી બુલંદ માંગણી રાજુલા-જાફરાબાદ વિસ્તારના ખેડૂતોમાં થી ઉઠવા પામી છે. હજી ગત વર્ષના અમુક ખેડૂત ના પૈસા બાકી છે તે પણ તાત્કાલિક જિલ્લા ખેતીવાડી અધિકારીએ ગ્રાન્ટના બહાના હેઠળ રોકી રહ્યા છે જે તાત્કાલિક ધોરણે ખેડૂતોને સૂકવી દેવા જોઈએ જેથી ખેડૂતોને આ વર્ષે સરકાર નાના આપશે તેવી હૈયાધારણા અને સરકાર ઉપર વિશ્વાસ બેસી શકે તેવી માંગણી રાજુલા જાફરાબાદના આગેવાનોએ કરી છે.