રાજુલા જાફરાબાદ ખાંભાના ત્રણેય ડેમો નર્મદા નીરથી ભરાશે

રાજુલા,
રાજુલા જાફરાબાદ ખાંભાના ત્રણેય ડેમો ધાતરવડી 1 અને 2 તથા રાયડી ડેમ નર્મદાના પાણીથી ભરવા નિર્ણય લેવાયો છે તેથી તંત્ર દ્વારા આજે ટેસ્ટીંગ કરવામાં આવ્યુ હતુ સરકારના આ નિર્ણયથી આ વિસ્તારમાં પાણીનો પ્રશ્ર્ન કાયમી રીતે ઉકેલાય જશે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીનું ખેડુતોને સમૃધ્ધ કરવાનું સપનુ સૌની યોજના અંતર્ગત આ ડેમો ભરવા સફળ પરીક્ષણ થતા ટુંક સમયમાં જ ડેમો ભરાશે