- રાજ્યનાં મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રીને પત્ર પાઠવી કરેલી માંગણી
રાજુલા,
રાજુલા જાફરાબાદ અને ખાંભા તાલુકાની જનરલ હોસ્પિટલમાં છેલ્લા ધણા સમયથી નિષ્ણાંત ડોક્ટર ની જગ્યાઓ ખાલી પડી છે ત્યારે આ ખાલી પડેલી જગ્યાઓ પર તાત્કાલિક ધોરણે ભરતી આ વિસ્તારના યુવા ધારાસભ્ય અંબરીશભાઈ ડેર દ્વારા આરોગ્ય મંત્રી પત્ર પાઠવતા જણાવ્યું કે મારા વિધાનસભા મતવિસ્તારના રાજુલા જાફરાબાદ અને ખાંભામાં આવેલી જનરલ હોસ્પિટલોમાં છેલ્લા ઘણા સમય થી બાળકોના ડોક્ટર, સર્જન, જનરલ ફીઝીશીયન, ગાયનેકૌલૌજિસ્ટ વગેરે જેવા નિષ્ણાંત ડોકટરો નથી , રાજુલા શહેર સહીત રાજુલા જાફરાબાદ અને ખાંભા વિસ્તારના ગામના લોકો પણ આ જનરલ હોસ્પિટલમાં આવતા હોય છે પરંતુ નિષણાંત ડોક્ટરોના અભાવે લોકો ખુબજ હેરાન થાય છે. લોકોએ ના છૂટકે મહુવા ભાવનગર જવું પડે છે. રાજુલા જનરલ હોસ્પિટલમાં બધીજ સુવિધા તો ઉપલબ્ધ છે પરંતુ નિષણાંત ડોકટરો નથી. માટે જો રાજુલા જાફરાબાદ અને ખાંભાની જનરલ હોસ્પીટલમાં નિષ્ણાંત ડોક્ટરોની નિમણુંક વહેલી તકે કરવામાં આવે તો આ વિસ્તારના લોકોને ખુબજ સારો ફાયદો થાય અને તેઓને બહાર ગામ જવું ના પડે અને સાથોસાથ લોકોના સમયનો અને નાણાંનો પણ બચાવ થશે. તો આ બાબતે વહેલી તકે યોગ્ય કાર્યવાહી કરવા માંગ કરી હતી ત્યારે આગામી દિવસોમાં સરકાર દ્વારા ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો ને સારી સસ્તી આરોગ્ય સેવાઓ મળી રહે તે માટે નિષ્ણાંત ડોક્ટર ની ભરતી કરવામાં આવે છે કે આમ જ આ જગ્યાઓ ખાલી રહેશે અને લોકો હેરાન થશે એ તો હવે આવનારો સમય જ બતાવશે