રાજુલા જાફરાબાદ તાલુકામાં તાત્કાલિક ધોરણે લીલો દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા માંગણી કરાઇ

  • પાક નિષ્ફળ જતા તત્કાલ સર્વે કરાવી ખેડુતોને ખેતી પાકોનું વળતર ચુકવવા રજુઆત

રાજુલા,
રાજુલા જાફરાબાદ તાલુકા ને તાત્કાલિક ધોરણે લીલો દુષ્કાળ જાહેર કરવો અને પેકેજ દ્વારા તાત્કાલિક સહાય આપવામા જિલ્લા પંચાયતના માજી બાંધકામ ચેરમેન શ્રી ટીકુ ભાઈ વરુ ની કૃષિ મંત્રાલયને રજૂઆત અમરેલી જિલ્લાના છેવાડાના દરિયા કાંઠાના રાજુલા જાફરાબાદ વિસ્તારમાં અંદાજે 35થી 40 ઇંચ જેટલો વરસાદ પડી જતાં ખેડૂતોના ખેતરોમાં પાણી ભરેલ છે જેના કારણે કપાસ મગફળી અન્ય પાકો લીલાછમ થઈ ગયા છે અને દરિયા કિનારા વિસ્તારમાં ખારાસ જમીનમાં હોવાથી વરસાદનું પાણી જમીનમાં ઉતરતું નથી પરિણામે પાણી ભરેલું હોવાથી આ વિસ્તાર નો ખેડૂતોને મોં માં આવેલો કોળીયો ઝૂંટવાઇ ગયો છે સંપૂર્ણ નિષ્ફળ ગયો છે ત્યારે સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે સર્વે કરવામાં આવે અને સર્વે કર્યા બાદ તુરત જ ખેડૂતોના ખાતામાં પૈસા નાખવા જોઈએ કારણકે ખેડૂતો ફોર્મ ભરે દેવા જાય ઓનલાઇન કરે 10થી 15 દિવસ ચાલ્યા જાય છે અને પછી મોડે મોડે ખેડૂતોને સહાય મળે છે ગત વર્ષે જાફરાબાદ તાલુકાના એક હજાર ખેડૂતોને ગ્રાન્ટના અભાવે આઠ મહિના જમીન ધોવાણ ના પૈસા મળ્યા ન હતા હજુ તે પૈકીના 50 ખેડૂતોને જમીનના ધોવાણ પાક સહાય ના પૈસા ગ્રાન્ટના અભાવે હજી ગયા વર્ષના નાણાં મળ્યા નથી. અને ખેડૂતો હેરાનપરેશાન થઇ ગયા હતા અને 50 ખેડૂતો હજી જાફરાબાદમાં તાલુકા ખેતીવાડી શાખામાં ધક્કા ખાય છે ત્યારે સરકાર ગત વર્ષનું ગ્રાન્ટના અભાવે પૈસા મોડા મળ્યા અને અમુક ખેડૂતોને હજુ મળ્યા નથી તેનું પુનરાવર્તન ન થાય તે માટે સરકારે તકેદારી ખાસ રાખવી ત્યારે સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે રાજુલા જાફરાબાદ તાલુકા અને લીલો દુષ્કાળ જાહેર કરવો જોઈએ અને ખેડૂતોને દુષ્કાળ ના લાભો તાત્કાલિક આપવા જોઈએ જમીન ધોવાણ નું પેકેજ પણ તાત્કાલીક સર્વે કરી અનેખેડૂતોના ખાતામાં જમીન ધોવાણ સહાય ના પૈસા ખેડૂતોના બેંક માં ખાતામાં જમા કરાવવા જોઇએ જેથી અભણ જગતનો તાત હેરાન પરેશાન ન થાય તેવી માગણી જિલ્લા પંચાયતના સદસ્ય શ્રી ટીકુભાઈ વરુએ કૃષિ મંત્રાલયને પત્ર દ્વારા. ઘટતું કરવા અને કિસાનોને લીલા દુષ્કાળ માં થી બચાવવા જોરદાર રજૂઆત કરી હતી.