રાજુલા,લોક ડાઉન નાં કારણે રાજુલા જાફરાબાદ તાલુકાના દરિયાઇ પટ્ટી વિસ્તારના ચાંચ, ખેરા, પટવા, શિયાળબેટ, વઢેરા, રોહિચા, ધારાબંદર સહિતના ગામોનાં અસંખ્ય કોળી સમાજના પરિવારો મજૂરી અર્થે ગુજરાતનાં અલગ અલગ જિલ્લાઓમાં ફસાયેલા હતાં. અજ્ઞાન અને અશિક્ષિત આ પરિવારોને સરકારી નાં નિયમો મુજબ ઓનલાઇન મંજૂરી અંગે પણ કોઈ જ્ઞાન નહોતી ત્યારે, રાજુલા, જાફરાબાદ, ખાંભા મતવિસ્તારના યુવા ધારાસભ્ય અંબરીશભાઈ ડેર નો આ પરિવારો દ્વારા સંપર્ક સાધતાં ધારાસભ્ય કાર્યાલય તથા કોળી સમાજના યુવા આગેવાન પ્રવિણભાઈ બારૈયા અને અજયભાઈ શિયાળ સહિતના લોકોએ આવાં પરિવારોની વતન વાપસી માટે બીડું ઝડપ્યું છે આ કોળી સમાજના પરિવારો ને માદરે વતન આવવા માટે મંજૂરી થી લઈને ઘર સુધી તમામ ઘટતી વ્યવસ્થા કરવામાં આવી હતી તેમજ આ પરિવારો સાથે સતત સંપર્કમાં રહી જરૂરી તમામ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.તેમજ જે પરિવારો પાસે વાહન ભાડા નાં નાણાં ના હતાં તેનાં માટે પણ જરૂરી વ્યવસ્થા ધારાસભ્ય અને તેમની યુવા ટીમ દ્વારા કરવામાં આવી હતી અત્યાર સુધી મા 1000 થી વધારે મજૂરો ને માદરે વતન પહોંચાડવામાં આવ્યા તેમજ હજુ પણ આ મજૂર પરિવારોને માદરે વતન લાવવા માટે સતત પ્રયાસ ચાલુ છે. આમ ધારાસભ્ય અને તેમની યુવા ટીમ તથા આગેવાનો લોક ડાઉન જાહેર થયું ત્યાર થી મદદ કરાય રહી છે તેમ પ્રવીણભાઈ બારૈયા એ જણાવ્યુ હતુ.