રાજુલા-જાફરાબાદ પંથકમાં કપાસ અને મગફળીના પાકનું સદંતર ધોવાણ થયું : ખેતરોમાં પાણી ભરાયા

  • 10 દિવસ થી અવિરત મેઘ મહેર થતા
  • રાજ્ય સરકારની ગંભીર ભુલ સામે આવી : ગયા વર્ષનો વીમો આ વિસ્તારના ખેડૂતોને નથી મળ્યો

રાજુલા,
રાજ્ય સરકાર ની માત્ર વાયદા અને વચનો ખેડૂતો માટે યોજૈના ના ભાષણો ફેંકે છે પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ હોય છે અમરેલી જિલ્લા માં સૌવ થી વધુ રાજુલા અને જાફરાબાદ કોસ્ટલ ગ્રામીણ વિસ્તાર માં વરસાદ પડવા ના કારણે ખેડૂતો ની સ્થિતિ અત્યંત કફોડી બની છે 4 મહિના લોક ડાઉન ના કારણે મુશ્કેલી હતી હવે વરસાદ એ આ વિસ્તાર માં તારાજી સર્જી દીધી છે ખેડૂતો ના હક નું સીનવાય ગયું હોય તેવી સ્થિતિ સર્જાય છે ગયા વર્ષ નો મંજુર થયેલો કરોડો નો વીમો હજુ સુધી રાજુલા જાફરાબાદ વિસ્તાર ના લોકો ને મળ્યો નથી કેટલાય સમય થી ખેડૂતો રાહ જોય બેસ્યા છે.
પરંતુ રાજ્ય સરકાર માત્ર વિકાસ ના બણગા ફૂંકવા માં માહિર હોય તેમ ખેડૂતો ની ગ્રાઉન્ડ પર ની સ્થિતિ સામે કોઈ તપાસ કરતુ ન હોઈ તેવી હાલત છે અહીં મોટા પ્રમાણ માં કપાસ,મગફળી,તલ,બાજરી વગેરે ખેડૂતો ના મહત્વ ના પાકો નિષ્ફળ ગયા છે રાજુલા જાફરાબાદ ના દરિયાઈ પટી સુધી ના ગામો ના ખેતરો માં ધોવાણ થયું છે માત્ર અમુક ગામો નહીં મોટાભાગ ના ખેતરો ને ગામો માં આ પ્રકાર ની હાલત ઉભી થઈ છે એક તરફ ખેડૂતો ના સમયે ખાતર બિયારણ મળ્યું નથી ત્યારે વરસાદ પણ બંધ થવાનુ નામ લેતો નથી ત્યારે ધરતીપુત્રો ની પણ મુશ્કેલી વધી ગઈ છે સમગ્ર કોસ્ટલ વિસ્તાર ના ઉધોગ ગૃહો અને રાજ્ય ની સરકાર ખેડૂતો ને મદદ કરે તેવી માંગણી પણ ઉઠી છે આ વર્ષે ઉધોગ ગૃહો ની કંપની ઓ સરકાર ને નહીં પણ ખેડૂતો ને મદદ એ આવે તેવું પણ ખેડૂતો માની રહ્યા છે અહીં કેટલાય ગામો ના ખેડૂતો પોતાની વાડી ખેતર માં જય શકે તેમ નથી આટલું પાણી અને ધોવાણ થયું છે જયારે ખેડૂતો વારંવાર રજૂઆતો કરે છે પરંતુ ખેડૂતો ની સ્થિતિ દર વખતે જે છે તે ની હોય તેવી જ રહે છે રાજકીય નેતા ઓ પણ માત્ર ચૂંટણી સમયે ખેડૂતો ની યોજના ને ગણાવવા માં આવે છે હકીકત તો અત્યારે ખેડૂતો ની વ્હારે કોણ ખેડૂતો ની હાલત સૌવ થી વધુ અત્યરે ખરાબ છે ખેડૂતો ને નથી મળતા પૂરતા ભાવ નથી મળતું ખાતર તેવા સમયે મેઘો મેહરબાન થયો અને ખેડૂતો ની મુશ્કેલી વધારી દીધી છે.