રાજુલા જાફરાબાદ પંથકમાં સિંહોનો આતંક : લોકો ભયભીત

  • કોવાયામાં પાંચથી વધુ મારણ : કાતરમાં શિકારની શોધમાં આવેલા સિંહો સીસીટીવીમાં કેદ :નાગેશ્રીમાં મારણ કર્યુ

રાજુલા,
રાજુલા જાફરાબાદ પંથકમાં સિંહોનો આતંક મચાવ્યો છે તેથી લોકો ભયભીત બની ગયા છે.કોવાયામાં પાંચ થી વધ્ાુ મારણ કર્યુ હતું જયારે કાતરમાં શિકારની શોધમાં આવેલા સિંહો સીસીટીવી માં કેદ થયા હતા.નાગેશ્રીમાં મારણ કર્યાના સમાચારો મળ્યા છે.
રાજુલા તાલુકા ના કોવાયા ગામ અને આસપાસ સિંહો નુ નિવાસ સ્થાન બની રહ્યું છે અહીં વાંરવાર સિંહો ના સોશ્યલ મીડિયા પર વીડિયો પણ વાયરલ થયા છે હાલ મા ગ્રામજનો પાસે થી મળતી જાણકારી મુજબ 1 અથવાડિયા મા 5 થી વધુ પશુ ના શિકાર થયા છે અહી સાંજ પડે અને સિંહો ના ટોળા આવી જાય છે ગામ ના લોકો ઘર ની બહાર પણ નીકળી શકતા નથી અને ખેડૂતો ના પશુ નો શિકાર કરાય છે રાત થી વહેલી સવાર સુધી સિંહો કોવાયા ગામ ની બજાર અને આસપાસ ગામ ની ફરતે આંટા ફેરા કરે છે ગામ ના સરપંચ વાજસુરભાઈ લાખણોત્રા દ્વારા પણ વનવિભાગ ને રજુઆત કરાય છે સાથે સાથે માંગ ઉઠાવી છે સિંહો ને તાત્કાલિક ગામ ની દૂર ખસેડો રાતે પશુ નો શિકાર ન કરે તેની માટે વનવિભાગ દ્વારા ખાસ વ્યવસ્થા ઉભી કરવા માંગણી ઉઠી છે વાંરવાર રજુઆત કરવા છતા કોઈ પરિણામ આવતુ નથી ગ્રામજનો કહી રહ્યા છે ગામ ના દૂધ આપતા કિંમતી પશુ ના સિંહો દ્વારા શિકાર કરાય છે જેને લઈ ને વનવિભાગ તાત્કાલિક ધ્યાન આપે તે જરૂરી છે.
રાજુલા પંથક મા સિંહો ની સંખ્યા દીનપ્રતિદિન વધી રહી છે ત્યારે વારંવાર સિંહો સામાન્ય રીતે પશુ ની જેમ નાનકડા ગામડા મા હરતા ફરતા હોય છે અને શિકાર ની શોધ મા સિંહો હવે રેવન્યુ વિસ્તાર છોડી ગામ ની બજાર મા ઘુસી જાય છે અને મારણ કરતા હોય છે પરંતુ ઘણીવાર શિકાર થતો નથી અને સિંહો આમ થી તેમ ભટકી રહ્યા છે વનવિભાગ દ્વારા પણ સિંહો માટે હવે શિકાર ભોજન ની વ્યવસ્થા ઉભી કરવા ની જરૂર છે આ વિસ્તાર મા વધતા જતા શિકાર ના કારણે ખેડુતો મા રોષ પણ મળી રહ્યો છે કેમ કે હવે ખેડૂતો ના કિંમતી પશુ ના મારણ થાય છે અને સતત બનાવ બનતા જાય છે જેના કારણે લોકો મા વધુ રોષ જોવા મળી રહ્યો છે ગઈ કાલે કાતર ગામ ની બજાર મા 2 સિંહો એ લટારો મારી પરંતુ શિકાર થયો નહિ જેથી સિંહો પણ લટારો મારી આમ થી તેમ ભટકી રહ્યો હતો જ્યારે કાતર આસપાસ પણ સિંહો નો મોટા પ્રમાણ મા વસવાટ છે જેથી વારંવાર સિંહો અહીં ઘુસી જાય છે અને પશુ સિંહો વચ્ચે ઘણીવાર દોડધામ અને અફડા તફડી રાતે બનતી હોય છે.
જાફરાબાદ તાલુકા ના નાગેશ્રી ગામ ની બજાર મા 3 થી 4 વાગ્યા આસપાસ રાત્રી ના સમયે મોટી દૂર ઘટના બનતા બનતા અટકાવી દીધી હતી અહીં ચાલુ વરસાદ ઝરમર ઝરમર વચ્ચે સિંહ શિકાર ની શોધ માં આવી ગયો અને નાનકડી બજાર મા પશુ નો શિકાર કર્યો તેની બાજુ મા પીજીવીસીએલ નો વીજ વાયર પડ્યો જેથી સ્થાનિકો લોકો ના જીવ તાળવે ચોંટી ગયા અને ગ્રામજનો એ જાફરાબાદ પીજીવીસીએલ તંત્ર ને ફોન કર્યા પરંતુ કોઈ દ્વારા ફોન ઉપાડ્યા નહિ જેથી સ્થાનિક લોકો ની વધી ગઈ મુશ્કેલી ત્યાર બાદ વનવિભાગ ને જાણ કરતા ટ્રેકરો ની ટીમ વિજયભાઈ વરૂ,અજયભાઈ કોટીલા આ બંને ટ્રેકરો આવી જતા સિંહ નો જીવ બચ્યો હતો સિંહ ની બાજુ માં જીવતો વીજ વાયર અને શિકાર કરવા લાગ્યો સિંહ જોકે અહીં ટ્રેકરો એ મહામહેનત કરી હેમખેમ કરી સિંહ ને નાનકડી શેરી માંથી બહાર કાઢ્યો અને જીવ બચ્યો અહીં અડધી રાતે ટ્રેકરો ટાઈમે પોહચી જતા સિંહ ને શોટ સર્કિટ માંથી બચાવી લેવાયો હતો પરંતુ પીજીવીસીએલ ના કર્મચારી ઓ ફરકયા નહિ જેથી ગ્રામજનો માં વધુ રોશ જોવા મળ્યો હતો .

વિજશોકની ઘટના બની હોત તો કોણ જવાબદાર?

સદનસીબે કોઈ મોટી દુર્ઘટના સર્જાય નહિ જો અહીં એશિયાટિક સીહ ને શોક લાગ્યો હોટ અથવા કોઈ અન્ય ઘટના બની હોત શુ પીજીવીસીએલ ની જવાબદાર બની શક્ત? પીજીવીસીએલ ના કર્મચારી ઓ ફરકતા નથી અને લેન લાઈન ફોન પણ બંધ આવે છે જેથી ગ્રામજનો માં વધુ રોષ જોવા મળ્યો હતો.