રાજુલા ,અમરેલી જિલ્લામાં ગેરકાયદેસર રીતે ઓવરલોડ વાહનોની હેરાફેરી વધવાના કારણે માર્ગો બિસ્માર થઈ રહ્યા છે રાજુલા જાફરાબાદ પંથકમાં આવેલ મસમોટા ઉધોગમાં મસમોટા ટ્રકોની હેરાફેરી થવાના કારણે નવા બનેલા માર્ગો અને રીપેરીંગ થયેલા માર્ગો ફરી ખાડા માર્ગ બનશે અહીં જાફરાબાદ તાલુકામાં આવેલ ભાકોદર ગામની સ્વાન એનર્જી કંપની આવેલી છે અહીં આ કંપની દરિયા કાંઠે જેટી બનાવવા માટેની કામગીરી ચાલી રહી છે અહીં દરિયામાં પથરો નાખવા માટે ભરડીયામાં ગેરકાયદેસર રીતે મોટા બ્લાસ્ટ કરી પથરો કાઢવામાં આવે છે આ પથરોને ટ્રકો મારફતે ભાકોદર આવેલી સ્વાન એનર્જી કંપનીમાં નાખવામાં આવી રહ્યો છે .
કેટલાક મહિના પછી દિવસ રાત ફરીવાર આ પથરોની હેરાફેરી શરૂ થતા લોકોમાં નારાજગી જોવા મળી રહી છે અનેક વખત માર્ગો ઉપર આ ટ્રક ચાલકોના કારણે ટ્રાફિકજામ પણ કેટલીક વખત સર્જાય છે આ પથરો કેટલાય સમયથી ચાલતા હોય ઓવરલોડ ટ્રકોની હેરાફેરી ઉચ્ચ કક્ષાના અધિકારીઓની મીઠી નજર હેઠળ આ ટ્રકો ચાલતા હોવાને કારણે આજદિન સુધી આર.ટી.ઓ.ખાણ ખનીજ વિભાગ, વહીવટી તંત્ર દ્વારા રોકવામાં આવ્યા નથી અને દંડ ડિટેઇનની કામગીરી આ પથરોમાં કરાય નથી કરાય અનેક અરજદારો દ્વારા ભૂતકાળમાં રજૂઆતો પણ કરવામાં આવી છે પરંતુ ઉચ્ચ અધિકારીઓની મીઠી નજર હોવાને કારણે કાર્યવાહી કરવામાં આવતી નથી અને માર્ગો ફરી બિસ્માર થશે કેમકે આ ટ્રકોમાં એટલા મોટા પથરો હોય છે એક ટ્રકમાં માત્ર એકથી બે પથરોનો જ સમાવેશ થાય છે સ્થાનિક રાજુલા જાફરાબાદના મામલતદારો પ્રાંત અધિકારી દ્વારા આજદિન સુધીમાં કોઈ ટ્રકો સામે કાર્યવાહી અથવા ચેકીંગ પણ કરવામાં આવ્યું નથી રાજય સરકાર અથવાતો સ્ટેટ મોનીટરીંગ સેલના પ્રામાણિક અધિકારીઓ દ્વારા તપાસ કરવા આવે તો મોટા પ્રમાણમાં વાહનો જડપાય તેમ છે .