રાજુલા જાફરાબાદ પંથકમાં આરટીઓ દ્વારા પથ્થરો ભરેલા ટ્રક સહિત 12 જેટલા વાહનોને 45 હજારનો દંડ ફટકાર્યો

અમરેલી,

અમરેલી જિલ્લામાં ગેરકાયદેસર રીતે ઓવરલોડ ભરેલા વાહનોનું સૌવથી મોટું નેટવર્ક ચાલતું હતું અમરેલી આર.ટી.ઓ.વિભાગની ટીમ સક્રિયતા દાખવી કાર્યવાહી કરતા ઓવરલોડ અને ખાસ કરી મહાકાય પથરો ભરેલા વાહનોની હેરાફેરી બંધ થઈ છે અમરેલી આર.ટી.ઓ.વિભાગની ટીમ ફરીવાર રાજુલા જાફરાબાદ વિસ્તારમાં પોહચતા અહીં 12 જેટલા ટ્રકોને ઓવરલોડ વાહનો સામે કાર્યવાહી હાથ ધરી જેમાં પહેલી વખત પથર ભરેલા 5 જેટલા ટ્રકોને મેમાં આપી કાર્યવાહી કરી છે અને અન્ય ટ્રકો પણ મળી આવતા તેમની સામે પણ કાર્યવાહી કરવામાં આવી છે જેમાં અમરેલી આર.ટી.ઓ વિભાગના ઇન્સ્પેકટર સહિત તેમની ટીમને ઓવરલોડ ભરેલા ગમે તે વાહનોને ઝડપી દંડ કરવા સુચના અને આદેશો મળ્યા હતા જેના કારણે હરકતમાં આવી કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે જેના કારણે જાફરાબાદ તાલુકામાં આવેલી ભાકોદર ગામ નજીક ખાનગી કંપનીમાં મહાકાય પથરો ઓવરલોડ ભરીને જતા 24 કલાક હેરાફેરી હવે બંધ થઈ છે સતત દોડતા અકસ્માત સર્જાય તે પહેલાં આર.ટી.ઓ.વિભાગ દ્વારા ઓવરલોડ પથર ભરેલા ટ્રકો ઉપર તવાય બોલાવી છે 12 જેટલા વાહનોને દંડ કર્યો જેમાં 5 જેટલા મહાકાય પથર ભરેલા ઓવરલોડ વાહનો અને અન્ય વાહનો મળી 45 હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે અગાવ પણ 2 દિવસ પહેલા કેટલાક વાહનોને દંડ ફટકારવામાં આવ્યો હતો એટલે કુલ મળી 70,000 ઉપરાંતનો આર.ટી.ઓ.વિભાગ દ્વારા દંડ ફટકારી મોટી કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.