રાજુલા જાફરાબાદ પંથકમાં 7 માસથી ખેડૂતોને થ્રી ફેઝ વીજળીનાં કનેક્શન હજુ મળ્યા નથી

  • રાજુલા અને જાફરાબાદનાં ખેડુતોએ ઉચ્ચકક્ષાએ પત્રો પાઠવી કરેલી રોષભેર રજુઆત

રાજુલા,
રાજુલા જાફરાબાદ પંથકમાં 7 માસ થી ખેડૂતોને થ્રી ફેઝ વીજળીનું કનેક્શન ન મળતા ખેડૂતો દ્વારા ઉરચકક્ષાએ રજૂઆત અમરેલી જિલ્લાના રાજુલા જાફરાબાદ દરિયા કિનારે આવેલા ગ્રામ્ય વિસ્તારના ખેડૂતોએ 7 મહિના પહેલા ફ્રી ખેડૂતોએ વીજ કનેક્શન લેવા માટે અરજી ખેડૂતોએ કરી હતી ગુજરાત બોર્ડ માં એ નિયત ફી કનેક્શન કુવા ઉપર લેવા મેળવવા માટે ખેડૂતોએ અરજી કરી હતી પરંતુ ગમે તે કારણોસર હજી સુધી સર્વેની કામગીરી પણ હાથ ધરવામાં આવી નથી ખેડૂતોના કૂવામાં ભારે વરસાદથી પાણી ભર્યા છે અને ડાળમાં પણ પાણી .ઉપર આવેલ ન હોવાથી કુવા કે ડારમા વીજ જોડાણ આપવામાં આવે આવે તેવી માંગણી ખેડૂતો દ્વારા અમરેલી જિલ્લા ભાજપના મહામંત્રી શ્રી રવુભાઈ ખુમાણને . રાજુલા જાફરાબાદના ખેડૂતોએ કરી હતી ખેડૂતોએ જણાવ્યું હતું કે સાત સાત મહિનાથી પૈસા ભર્યા હોવા છતાં હજી સુધી કોટેશન આપવામાં આવ્યું નથી વધુમાં તાત્કાલિક કનેક્શન આપવા માટે શ્રી રવુભાઈ ખુમાણે ગુજરાત રાજ્યના વીજ મંત્રીશ્રી તેમજ નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલ ને પત્ર દ્વારા રજુઆત કરી હતી. હાલ કૂવામાં પાણી છે છતાં પાણીએ 20 ન મળતી હોવાથી ખેડૂતો મુશ્કેલીમાં છે તાત્કાલિક ધોરણે થ્રી ફેજ વીજળી આપવા માટે શ્રી રવુભાઈ ખુમાણે ઉચ્ચકક્ષાએ રજૂઆત કરી હતી.