વાવણી બાદ કાચુ સોનું વરસતા જગતનો તાત ખુશ ખુશાલ : ગ્રામ્ય વિસ્તારોમાં પણ ઠેર ઠેર વરસાદ
રાજુલા, રાજુલા જાફરાબાદ માં ખેડૂતોએ વાવણીની કામગીરી પૂર્ણ કરી ગ્રામ્ય વિસ્તારમાં આજે ધીમીધારે વરસાદ ખેડૂતોમાં ખુશીનો માહોલ અમરેલી જિલ્લાના દરિયાકિનારે આવેલા રાજુલા-જાફરાબાદ આજે આગરીયા કોટડી ધારેશ્વર વાવેરા સહિત ગ્રામ્ય વિસ્તારોમાં દોઢ વરસાદ વરસ્યો હતો આજે આ વરસાદ થી ખેડૂતોને ખૂબ જ ફાયદો થશે તેવું ખેડૂતોએ જણાવ્યું હતું આ વિસ્તારમાં 95% ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતોએ વાવણીકાર્ય પૂર્ણ કરી લીધું છે આ વર્ષે આ વિસ્તારમાં કપાસનું પણ પુષ્કળ વાવેતર થયું છે બીજા નંબરની સિંગ નું વાવેતર થયાનું ખેડૂતોએ જણાવ્યું હતું દરિયા કિનારે સાસ બંદર બાબરકોટ ભાકોદર વઢેરા બલાણા વિસ્તારમાં પણ બાજરીનું વાવેતર થયાનું જાણવા મળે છે. ગત વર્ષે આ વિસ્તારમાં સિંગ અને કપાસના પાકને ભારે નુકશાન થયું હોવા છતાં પણ આ વર્ષે ખેડૂતોએ સિં ગ અને કપાસનું વાવેતર કર્યું છે કપાસનું વાવેતર આગોતરું થઈ જવાથી કપાસના ઉગાવો સારા પ્રમાણમાં હોવાનું ખેડૂતોનું કહેવું છે બીજી તરફ આ વિસ્તારમાં સાત ઇસ જેટલો વરસાદ સારો એવો વરસાદ થવાથી ધા તરડી ડેમમાં પણ ખૂબ જ પાણી છે. જેના કારણે હાલ પાણીની તંગીનો પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી અને કુવાના તળ પણ ઊંચા આવેલા છે જેથી હાલ પાણીની તંગી ખેડૂતોને ક્યાંય જોવા મળતી નથી વાવણી કાર્ય પૂર્ણ થતાં ખેડૂતો ખુશખુશાલ જોવા મળે છે આજે વહેલી સવારથી બપોર સુધીમાં પોણા દોઢ જેટલો વરસાદ પડયો છે