રાજુલા જાફરાબાદ પંથક મા ધોધમાર વરસાદ ગ્રામ્ય વિસ્તાર મા મુશળધાર મેઘ સવારી

ભાવનગર સોમનાથ નેશનલ હાઇવે 3 કલાક સુધી સંપૂર્ણ બંધ પાણી ફરી વળ્યા પોલીસ ને બાદ કરતાં એક પણ અધિકારી ફરકયા નહિ વાહન ચાલકો મા રોષ અમરેલી જીલા માં આવેલ રાજુલા જાફરાબાદ પંથક માં આજે બપોરે બાદ મેઘ સવારી જોવા મળી હતી રાજુલા શહેર મા વરસાદી ઝાપટા તો ગ્રામ્ય વિસ્તાર વડલી,માંડરડી જેવા અનેક ગામો મા સારો વરસાદ પડતા ખેડુતો ખુશ થયા હતા જ્યારે જાફરાબાદ શહેર અને ગ્રામ્ય વિસ્તાર માં મુશળધાર વરસાદ જોવા મળ્યો હતો અહીં કડીયાળી, વઢેરા,નાગેશ્રી, આસપાસ ના તમામ ગામો મા વરસાદ પડ્યો હતો રાયડી નદી નુ પુર આવતા ભાવનગર સોમનાથ નેશનલ હાઇવે પર પાણી ફરી વળ્યાં નાગેશ્રી ગામ નજીક વાહન વ્યહાર ખોરવાયો ઘટના ની જાણ થતાં નાગેશ્રી પોલીસ દોડી આવી અન્ય કોઈ જવાબદાર અધિકારીઓ ઓથોરિટી ના ફરકયા નહિ જેના કારણે વાહન ચાલકો ની મોટી કતારો લાગી અને વાહન વ્યહાર ખોરવાયો હતો મોટી સંખ્યા માં વાહન ચાલકો પરેશાન થયા હતા.