રાજુલા-જાફરાબાદ-પીપાવાવની મુલાકાતે પ્રભારી સચિવ સંદીપ કુમાર

  • જિલ્લા કલેક્ટર આયુષ ઓક દ્વારા રાજુલા હોસ્પિટલની મુલાકાત લેવાઇ

રાજુલા,
કોરોના ની સ્થિતિ વધુ બગડે તે પહેલા અમરેલી જિલ્લા વહીવટી તંત્ર એલર્ટ થયું રાજુલા જાફરાબાદ પીપાવાવ કોસ્ટલ વિસ્તાર ની હજુ સ્થિતિ ખુબ સારી છે તેવા સમયે રાજુલા જનરલ હોસ્પિટલ ની મુલાકત લીધી અને સમીક્ષા કરી આ વિસ્તાર મા ખુબ મોટો ઉદ્યોગ જોન પણ આવેલો છે રાજુલા 50 બેડ ની કોવિડ હોસ્પિટલ માં 2 વેલ્ટીનેટર પણ આપ્યા છે જેથી રીફર કરવા ની જરૂર ન પડે અને પેસેન્ટ ને વધુ સારવાર અહીં જ મળી રહે તે માટે અહીં ખાસ પ્રકાર ની વ્યવસ્થા માં વધુ શું કરવું પડે તે માટે આજે અમરેલી જિલ્લા પ્રભારી સિનયર સચિવ સંદીપકુમાર,જિલ્લા કલેક્ટર આયુષ ઓક,જિલ્લા ના ઉચ્ચ હેલ્થ ઓફિસરો અને સ્થાનિક ઓફિસરો પ્રાંત અધિકારી કે.એસ.ડાભી સહીત સાથે મહ્ત્વ ની બેઠક યોજી હતી અને લોકો ને વધુ ને વધુ વેક્સિન અપાય તે ઝૂંબેશ પર વધુ ફોક્સ આપવો અને રાજુલા વિસ્તાર ના લોકો ને અહીં કોરોના ને સારવાર મળી રહે તે માટે પણ જરૂરી સૂચના અપાય હતી.