રાજુલા જાફરાબાદ પીપાવાવ પોર્ટ કોસ્ટલ બેલ્ટ પર સિંહો ને રોડ ક્રોસિંગ કોણ કરાવશે?

  • પાલીતાણા શેત્રુંજી ડીવીઝન ના તમામ ટ્રેકરો આજ થી હડતાળ પર ઉતર્યા
પાલીતાણા શેત્રુંજી ડીવીઝન તાજેતર મા નવુ બનાવ્યુ છે પરંતુ અનુભવ ના અભાવ ના કારણે ગમે તેવા નિર્ણયો વાંરવાર લેવાય છે તેના કારણે વનકર્મી ઓ અને ટ્રેકરો નારાજ થાય છે અહીં ફરજ બજાવતા 24 ઉપરાંત ના અલગ અલગ રેન્જ ના ટ્રેકરો ની વિવિધ માંગ સાથે આજે હડતાળ પર ઉતરી ગયા છે આ ટ્રેકરો અતિ મહત્વ ની કામગીરી અને વર્ષો જુના અનુભવી ટ્રેકરો હોવા છતા રાજય સરકાર દ્વારા તેમની કોઈ દરકાર લેવાતી નથી ટ્રેકરો ના 4 માસ ઉપરાંત સમય થી પગાર બાકી છે અત્યાર સુધી લાઈન કન્ઝર્વેશન સોસાયટી મા ટ્રેકરો હતા જ્યારે હવે થી આઉટ સોરસિંગ મા લેવા ના નિર્ણય સામે ટ્રેકરો મા રોષ જોવા મળ્યો છે આઉટ સોરસિંગ એજન્સી મા લેવા થી ટ્રેકરો ને કોન્ટ્રાકટરો ના નીચે કામગીરી કરવા ની રહે છે જેના કારણે સિંહ દર્શન સહિત અસામાજિક પ્રવુતિ વધી શકે છે તેવુ ટ્રેકરો માની રહ્યા છે તાલુકા કક્ષા ના અધિકારી ઓ અને ડી.સી.એફ સુધી રજૂઆતો કરી પરંતુ કોઈ પરિણામ મળતુ નથી રાજુલા,જાફરાબાદ, પીપાવાવ પોર્ટ કોસ્ટલ સહિત લીલીયા,તળાજા,જેસર સહિત રેન્જ નો સમાવેશ થાય છે કુલ 24 ઉપરાંત ના ટ્રેકરો આજ થી હડતાળ પર ઉતરી ગયા છે હવે ફરજ પર નહિ જાય અને કામગીરી પણ નહીં કરે જ્યારે એશિયાટિક સિંહો ની સુરક્ષા ને લઇ ને પણ મોટા પ્રશ્નનો ઉભા થશે સૌવ થી મોટી રેન્જ રાજુલા અને જાફરાબાદ પીપાવાવ પોર્ટ વિસ્તાર જે સિંહો નુ નિવાસ સ્થાન મનાય રહ્યું છે ઉધોગ ગૃહો મા સિંહો નુ રહેઠાણ છે તે સિંહો સિંહબાળ સિંહણ ને રોડ ક્રોસિંગ કોણ કરાવશે આ બધી કામગીરી ઠપ કરાય છે સાથે પીપાવાવ પોર્ટ ફોરવે,ભાવનગર સોમનાથ નેશનલ હાઇવે પર દિવસ દરમ્યાન સતત રોડ ક્રોસિંગ ભેરાઈ,રામપરા,કોવાયા વિસ્તાર મા સિંહો રેઢા પડ હોય તેવુ મનાય રહ્યુ છે હાલ મા સિંહો ના વનવિભાગ ને લોકેશન પણ કોણ આપશે કેમ કે ટ્રેકરો દરોજ સતત લોકેશન રાખતા હતા અને દરોજ સિંહો ના ગ્રુપ અને સિંહબાળ ની તમામ ગતિવિધિ પર નજર રાખી તાલુકા કક્ષા ના અધિકારી ને દરોજ જાણ કરતા હતા હવે આ બધી કામગીરી અટકી જતા એશિયાટિક સિંહો ની જાળવણી ને લય મોટા સવાલો ઉઠી રહ્યા છે રાજુલા રેન્જ મા ફિલ્ડ વિસ્તાર મા 1 આર.એફ.ઓ. 2 ફોરેસ્ટરો અને 2 ફોરેસ્ટરો ની જગ્યા પણ ખાલી જાફરાબાદ 1આર.એફ.ઓ 2 ફોરેસ્ટરો અને 2ફોરેસ્ટરો ની જગ્યા પણ ખાલી સૂત્રો પાસે થી મળતી માહિતી પ્રમાણે મોટાભાગ નુ કામ ટ્રેકરો કરી રહ્યા છે ફોરેસ્ટરો અને આર.એફ.ઓ સતત ઓફિસ વર્ક મા જોવા મળતા હોય છે અને ફિલ્ડ કામ નુ ભારણ સૌવ થી વધારે ટ્રેકરો પર જોવા મળે છે
શેત્રુંજી ડીવીઝન ના ડી.સી.એફ.નિશા રાજ નો સંપર્ક કરતા જણાવ્યુ મારી પાસે ટ્રેકરો રજુઆત સાથે રૂબરૂ  આવ્યા હતા આ બાબતે ટ્રેકર ની રજુઆત ઉપર સુધી પોહચડીશ ઝડપ થી નિર્ણય આવે તે પ્રકાર નો નિર્ણય કરીશુ