રાજુલા-જાફરાબાદ બોર્ડર નજીક એક અઠવાડિયામા ૨ સિંહના મોતથી ખળભળાટ

રાજુલા,

રાજુલા જાફરાબાદ બોર્ડર નજીક એક અઠવાડિયામાં ૨ સિંહના મોત મામલે વનવિભાગ સતર્ક થયું છે. રાજુલા – જાફરાબાદ બંને રેન્જ વિસ્તારમા સિંહોના હેલ્થની ચકાચણી કરવા માટે રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરાયા છે. વનવિભાગ દ્વારા ૪ સિંહોના રેસ્ક્યુ કરી જુનાગઢ સકકરબાગ ઝુ ખાતે લઇ જવાયા. એશિયાટિક સિંહો પર ભેદી રોગચાળાનું સંકટ આવે તે પહેલા જ વનવિભાગ અલર્ટ થઈ ગયું છે.
અત્રે જણાવવાનું કે એશિયાઈ સિંહ આખા વિશ્ર્વમાં માત્ર ગુજરાતના સૌરાષ્ટ્રના ગીર અભ્યારણ્યમાં જ જોવા મળે છે. ત્યારે તેની સાચવણી વધુ મહત્વની બની જાય છે. ભેદી રોગચાળાનું કોઈ સંકટ ન આવે તેને લઈને હવે પ્રશાસન દોડતું થયું છે.