વનવિભાગ નો વહીવટ કથળયો સ્ટાફના અભાવે વધતા જતા બનાવો
અમરેલી જિલ્લામા પાલીતાણા શેત્રુંજી ડીવીઝન હેઠળ વનવિભાગનો વહીવટ કથળયો છે અહીં પાલીતાણા શેત્રુંજી ડીવીઝન ની નીચે આવતી મોટાભાગની રેન્જમાં અધિકારી ઓ કર્મચારી ઓ ની જગ્યા ઓ ખાલીચે જેના કારણે વન્યપ્રાણીની સુરક્ષા થતી નથી પૂરતું પેટ્રોલિંગ પણ નથી કરી શકતા સ્ટાફના અભાવે વનવિભાગમાં સતત અફડા તફડી નો માહોલ જોવા મળી રહ્યો છે આજે 2 બનાવ થી દોડધામ મચી જવા પામી છે જાફરાબાદ તાલુકાના નાગેશ્રી નજીક ખુલા કુવા માંથી એક સિંહણ નો મૃતદેહ મળી આવતા સ્થાનીક લોકોએ વનવિભાગ ને જાણ કરી અને વનવિભાગ ઘટના સ્થળે દોડી સિંહણ નો મૃતદેહ બહાર કઢાયો છે આશરે 5 થી 9 વર્ષની આ સિંહણ કૂવામાં પાણી હોવાને કારણે પાણી પિય જતા મોત થયાનું વનવિભાગ ની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે વનવિભાગ દ્વારા મૃતદેહ કબજે લઈ બાબરકોટ એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડવામા આવ્યું છે અને પી.એમ કાર્યવાહી શરૂ કરાઇ છે આ પ્રકારની ઘટના રાજુલા રેન્જમાં પણ જોવા મળી રહી છે રાજુલા તાલુકાના જૂની બારપટોળી ગામ નજીક 2 વર્ષની દીપડી વીરાભાઈ નકુમની વાડી માં રહેલ ખુલા કૂવામાથી મૃત હાલતમાં મળી આવેલ છે જેને મૃતદેહ કબજે કરી બાબરકોટ એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડવામાં આવ્યો છે જોકે દીપડા સિંહો સતત મૃત્યુ પામવાની ઘટના હવે વધી રહી છે તેની સુરક્ષા સામે સવાલો ઉઠી રહ્યા છે ઇન્ચાર્જ થી મોટાભાગની રેન્જ અને રાઉન્ડ બીટો ચાલી રહી છે જેના કારણે વન્યપ્રાણી ભગવાન ભરોસે જોવા મળ્યા છે
રાજુલા રેન્જમાં આર.એફ.ઓ.ની જગ્યા ખાલી
રાજુલા રેન્જમાં હિતેન્દ્ર સિંહ વાઘેલા નામના આર.એફ.ઓ.ની બદલી થયા બાદ અહીં કોઈ આર.એફ.ઓ.નો ઓડર હજુ સુધી થયો નથી જેના કારણે વન્યપ્રાણીનું જોખમ વધી રહ્યું છે આ ઉપરાંત ફોરેસ્ટ ગાર્ડ સહિત જગ્યા ઓ ખાલી પડી છે સમગ્ર રેન્જ ભગવાન ભરોસે ચાલી રહી છે જેથી વધુ મુશ્કેલી ઉભી થઇ રહી છે