રાજુલા જાફરાબાદ સ્ટેટ હાઇવે પર ગાબડા બુરવાની કામગીરી શરૂ

  • સ્થાનીક ધારાસભ્ય અને પૂર્વ ધારાસભ્ય હીરાભાઇ સોલંકીએ ઉગ્ર રજુઆત કરી હતી

રાજુલા,
રાજુલા જાફરાબાદ ના સ્ટેટ હાઇવે અત્યંત ખરાબ હાલત મા હતા સૌવ થી વધુ હિંડોરણા થી ચારનાળા અને લોઠપુર સુધી અતિ બિસમાર માર્ગ હતા મોટા ગાબડા ના કારણે લોકો ભારે પરેશાન થતા હતા રાજુલા જાફરાબાદ ના મોટા ભાગ ના સ્ટેટ હાઇવે પર ચલાય નહિ તેવી કપરી સ્થિતિ હતી પરંતુ હાલ મા ગાબડા બુરવા ની કાર્યવાહી શરૂ કરી છે રીસર ફેસીંગ માટે ની કામગીરી શરૂ કરવા માટે સ્થાનીક ધારાસભ્ય અંબરીશભાઈ ડેર અને પૂર્વ સંચદીય સચિવ હીરાભાઈ સોલંકી દ્વારા માર્ગ અને મકાન વિભાગ સાથે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સુધી રજૂઆતો કરાય હતી હાલ મા 2 દિવસ થી ગાબડા બુરવા માટે ની કામગીરી શરૂ કરાઇ છે ત્યારે વાહન ચાલકો ને થોડા અંશે રાહત થશે થોડી રાહત મળી રહી છે પરંતુ હાલ મા ધૂળ પણ ખૂબ ઉડી રહી છે જેથી બાઈક ચાલકો હજુ પણ કેટલાક માર્ગો પર પરેશાન છે જ્યારે તંત્ર ના કોન્ટ્રકરો દ્વારા હાલ મા ગાબડા બુરી રહ્યા છે તેમા માત્ર ડામર પાથરી ગાબડા બુરી રહ્યા છે આ ગાબડા આવતા ટૂંકા દિવસો મા ફરી ઉખડી જાય તેવી શકયતા મનાય રહી છે મટીરીળ સારી ગુણવત્તા નુ વપરાય અને અધિકારીઓ ની સીધી દેખરેખ નીચે કામગીરી કરવા લોકો ઇચ્છિ રહ્યા છે અહીં માત્ર સ્ટેટ હાઇવે ના અધિકારી કર્મચારી કોઈ ફરકતા નથી જેથી નબળી ગુણવત્તા ની કામગીરી ની પણ લોકો ને આશંકા જય રહી છે આ વિસ્તાર મા સતત મસમોટા વાહનો ધમધમતા હોય છે જેના કારણે મજબૂતાય થી કામગીરી કરવી અતિ જરૂરી છે સ્ટેટ હાઇવે ના અધિકારી ઓ અહીં સતત ગેર હાજર રેહતા હોવાને કારણે લોટ પાણી ને લાકડા ની સ્થિતિ વધુ પડતી સર્જાય છે