રાજુલા તથા મરીન પીપાવાવ પોલીસ મથકમાં બેટરી ચોરી કરનાર ત્રણ શખ્સો ઝડપાઇ ગયા

અમરેલી,
ભાવનગર રેન્જ આઇજી અશોકકુમાર યાદવ અને જિલ્લા પોલીસ વડા હિમકરસિંહની સુચના મુજબ અમરેલી એલસીબીના ઇન્ચાર્જ પીઆઇ આર.કે. કરમટા તથા એલસીબીની ટીમ દ્વારા રાજુલા તથા મરીન પોલીસ મથકમાં ટ્રકમાંથી બેટરી ચોરી કરનાર ત્રણ શખ્સો મનુ નાથાભાઇ મકવાણા, મુકેશ ટપુભાઇ સોલંકી, લાલજી ચોથાભાઇ સોલંકી રહે. લોઠપુર, તા. જાફરાબાદવાળાને તા.4-7 ના ચોક્કસ બાતમીના આધારે ચારનાળા ચોકડી પાસે રોડ ઉપરથી બેટરી નંગ. 9 રૂા.38,200 ના મુદામાલ સાથે ઝડપી પાડયા હતા.