રાજુલા તાલુકામાં કોરોનાનાં કુલ 105 કેસો

  • 92 દર્દીઓને સારવાર આપી રજા અપાઇ :10 દર્દીઓ હાલ સારવારમાં : બે દર્દીઓનાં મોત

રાજુલા,
રાજુલા પંથકમાં કોરાના અત્યાર સુધીમાં ના 105 કેસ 92 કેસ હોસ્પિટલમાં સારવાર લઇ અને રજા અપાય 10 કેસ ભુતા હોસ્પિટલ રાજુલા માં સારવાર લઇ રહ્યા બે દર્દીઓના મોત થયા હોસ્પિટલ સ્ટાફની પ્રસંશનીય કામગીરી .અમરેલી જિલ્લાના ઉદ્યોગ ગણાતા રાજુલા તાલુકામાં અંદાજે કોરોના ના અત્યાર સુધીમાં 105 જેટલા કેસ ર્લિીબા ીપી આવતા રાજુલા હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કર્યા હતા જે પૈકીના 92 દર્દીઓને સારવાર આપી પોતાના ઘરે મોકલી દેવામાં આવ્યા હતા રાજુલા ભુતા હોસ્પિટલમાં 10 દર્દીઓ સારવાર લઇ રહ્યા છે જ્યારે અત્યાર સુધીમાં બે ના મોત થયા છે આમ રાજુલા હોસ્પિટલમાં કોરાના ની કામગીરી માં સેવા આપી રહેલા ડોક્ટર શ્રી શક્તિ રાજભાઇ ખુમાણ . ડોક્ટર એસ એફ પટેલ તથા ડોક્ટર પીઠડીયા તથા ડોક્ટર બલદાણીયા તથા ડોક્ટર પારૂલભાઈ પટેલ તથા ડોક્ટર કલસરિયા. તથા ડોક્ટર જેઠવા તથા બ્લોક હેલ્થ ઓફિસરશ્રી નિકુંજ કલસરિયા તથા ડોક્ટર નિલેશ ત્રિવેદી સંજયભાઈ દવે વગેરે 4000 જેટલા કોરોના ટેસ્ટિંગ કરાયું હતું હોસ્પિટલમાંદર્દીઓની સેવા સતત દેખભાળ અને સેવા કરી કોરા ની કામગીરીમાં સતત સેવા આપનારા ડોક્ટર શ્રી અને આરોગ્ય સ્ટાફ ની ભગીરથ સેવા અને કાર્યને આ વિસ્તારના માજી ધારાસભ્યશ્રી શ્રી હિરાભાઇ સોલંકી તથા જિલ્લા ભાજપ મહામંત્રી શ્રી રવુભાઈ ખુમાણ તથા ચેમ્બર પ્રમુખ શ્રી બકુલભાઈ વોરા તથા યાડના પ્રમુખ જીગ્નેશભાઈ પટેલ બિરદાવી હતી.