રાજુલા તાલુકામાં પાકવીમાની 35 ટકા જેવી રકમ મંજુર

રાજુલા,
રાજુલાના યુવા આગેવાન અને પ્રગતિશીલ ખેડુતશ્રી દિપુભાઇ ધાખડાની જાગૃતિ અને અવધ ટાઇમ્સના અહેવાલને પગલે 2019ના માવઠામાં થયેલી નુકસાનીની રકમ રાજુલાના ખેડુતોના ખાતામાં જમા થવાનો પ્રારંભ થતા ધરતીપુત્રોમાં આનંદની લાગણી છવાઇ છે કારણ કે રાજુલા તાલુકામાં પાકવીમાની 35 ટકા જેવી રકમ મંજુર થઇ છે.
જે તે સમયે રાજુલાને પાકવીમામાંથી બાકાત રખાતા અવધ ટાઇમ્સે અહેવાલ પ્રસિધ્ધ કરેલ હતો અને અવધ ટાઇમ્સના અહેવાલને પગલે રાજુલાનો સમાવેશ કરાયો પણ ફોર્મ ભરવાની નવી વિધિનો કોઇને ખ્યાલ નહોતો ખેડુતો ફોર્મ ભરી શકતા ન હતા અને કોઇ આગળ નહોતુ આવતુ ત્યારે શ્રી દિપુભાઇ ધાખડા અને શ્રી રમેશભાઇ વસોયા ખેડુતોની વહારે આવેલ અને તેમની રજુઆતથી રાજુલાને ફોર્મ ભરવા માટે પાંચ દિવસનો વધારાનો સમય અપાતા તેમણે ખેડુતોને ફોર્મ ભરાવી આપવાની શરૂઆત કરાવી .