અમરેલી, રાજુલા તાલુકાના ખાખબાઇ ગામે જવાના રસ્તે ચામુડા આશ્રમમાં રેખાબેન સાધવી જીવન જીવતા હોય સેવા પૂજા કરતા હોય. ગારીયાધારના વેળાવદરના અરવિંદ ઉર્ફે નકા ગોબરભાઇ ડાભીને આશ્રમ વાળી જગ્યા જોઇતી હોય. જે પ્રશ્ર્ને દિવાળી પહેલા બન્ને વચ્ચે માથાકુટ થયેલ અને રેખાબેન જગ્યા આપવાની ના પાડતા તા. 21/11 ના સાંજના 7 વાગ્યે ફરજામાં રેખાબેન દૂધ દોહતા હોય ત્યારે આરોપીએ છરા જેવા તીક્ષ્ણ હથિયાર વડે જીવલેણ ઘા મારી મોત નિપજાવી મધ્ાુબેન ભાવેશભાઇ મકવાણા ઉ.વ. 60 ને ધમકી આપ્યાની રાજુલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ખુનનો અને ધમકી આપ્યોનો ગુન્હો નોંધી આ બનાવની તપાસ પી.આઇ. ડી.વી. પ્રસાદ ચલાવી રહયા છે.