રાજુલા નજીક ધાતર્વડીમાં ટ્રક ખાબકયો

ખાંભા,રાજુલા બાયપાસ ઉપર બે દિવસ માં બે ટ્રક ઘાતરવડી ડેમ ખબકીયા બાયપાસ રોડ ખરાબ હોવાથી લોડીંગ વાહન હિલ ના ચડી શકે એટલે અવાર નવાર આવા અકસ્માત સર્જાય છે અમરેલી તરફથી આવતા ટ્રક હિલ ને કારણે અને રસ્તા ને કારણે પોતાની સ્પીડ ધીમી કરે અને સામે વાહન આવે તો ધીમી કરે એટલે હિલ ચડી ના શકે પછી ટ્રક પાછો પડે અને ડ્રાઈવર પોતે ટ્રક માંથી છલાંગ મારી અને નીચે પડે અને ટ્રક ડેમ માં ખાબકે આવા બનાવ બે દિવસ ઉપરા ઉપર બાણીયો જ્યારે રાજુલા માં મોટી મોટી કંપની હોય છતાં આવા રસ્તા અને ડેમ ની સાઈડ રેલીગ પણ નથી જેથી બાઈક કે વાહન ને કોઈ બચવાના ચાન્સ નથી જેથી કરીને અવાર નવાર અકસ્માત સર્જાય છે રેલીગ અને રસ્તા જો હવે તંત્ર ધ્યાનમાં લઈ ને કરે અને રાજુલા અમરેલી રોડ જે 24 કલાક ધમધમ તો રોડ હોય જ્યાં મોટા હેવી વાહન ની અવર જવર હોય જે રોડ છેલ્લા કેટલાક વર્ષ થી મગર ની ટોચ સમાન હોય જે રોડ પર અવાર નવાર અકસ્માત થતા હોય છે તો આ રોડ અને બાયપાસ બંને ને વહેલી તકે તંત્ર જોવે અને પછી તેને બનાવે તેવી લોકો ની માંગ છે.