રાજુલા નજીક બંધારામાં 4 યુવકો તણાયા : 2 ના મોત

  • નાનકડા એવા સમઢિયાળા ગામમાં શોકનું મોજું ફરીવળ્યું
  • રાજુલા પંથકમાં પાણીમાં ડૂબવાના કારણે મોતની વધતી જતી ઘટનાઓ
  • બંધારામાં 4 યુવકો પાણીમાં નાહવા ગયાનું પોલીસ સૂત્રોમાંથી બહાર આવ્યું : 2 લોકોને સ્થાનિક તરવૈયા યુવાનો દ્વારા બચાવી લેવાયા
  • સાથેનાં અન્ય બે યુવકોને સારવાર માટે મહુવા હોસ્પિટલે ખસેડવામાં આવ્યાં

રાજુલા, રાજુલા તાલુકા ના પટવા ગામ એટલે દરિયા કાંઠા નજીક આવેલું ગામ છે અહીં બંધારો ખુબ મોટો છે સમઢીયાળા બંધારા તરીકે ઓળખાય છે આ બંધારા માં 4 જેટલા યુવકો પાણી માં નાહવા ગયા નું પોલીસ સૂત્રો પાસે થી જાણવા મળી રહ્યું હતું જેમાં 2 લોકો ને સ્થાનિક તરવૈયા યુવાનો દ્વારા બચાવી લેવાયા હતા જોકે 2 લોકો એ પાણી પીય જવા થી જીવ ગુમાવ્યો હતો.
જેમાં શિયાળ રાજુભાઈ મગનભાઈ ઉંમર 16 અને નિકુલભાઈ મંગાભાઇ ઉંમર 13 આ બને ના મોત થયા છે વશરામભાઇ કરશનભાઇ શિયાળ ઉંમર 17 ને વધુ સારવાર માટે મહુવા હોસ્પિટલ ખસેડવા માં આવ્યા અને સાથે અન્ય યુવક ને પણ મહુવા સારવાર માં ખેસેડાયા છે બને યુવક ને સારવાર માટે મહુવા હોસ્પિટલ માં ખસેડ્યા છે અને 2 લોકો ના પાણી માં ડૂબી જવા થી મોત નિપજ્યા હતા ઘટના ની જાણ થતા પીપાવાવ મરીન પોલીસ પણ દોડી આવી હતી અને કોળી સમાજ ના અગ્રણી જીલુભાઈ બારૈયા,કમલેશભાઈ મકવાણા ,કાનભાઈ સહીત દોડી આવ્યા હતા જોકે ઘટના અંગે પૂર્વ ધારાસભ્ય હીરાભાઈ સોલંકી એ પણ દુ:ખ વ્યક્ત કર્યું હતું.