રાજુલા નજીક બે દિવસ પહેલા ઉંચેયા નજીક ગૂડ્સ ટ્રેન હડફેટે આવેલા સિંહનું સારવાર દરમિયાન મોત

રાજુલા, બે દિવસ પૂર્વે અમરેલી જિલ્લામા આવેલ રાજુલા નજીક ઉંચેયા ગામ પાસે પીપાવાવ જતી રેલવે ટ્રેક પર વહેલી સવારે 4થી 5 વર્ષના સિંહને ગુડ્સ ટ્રેને હડફેટે લીધો હતો. સિંહને પ્રાથમિક સારવાર આપ્યા બાદ જૂનાગઢ શક્કરબાદ ખાતે ખસડેવામાં આવ્યો હતો. જ્યાં ત્રણ દિવસની સારવાર બાદ સિંહનું મોત થયું હોવાનું જાણવા મળ્યું છે. સિંહને પીઠના ભાગે અને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. બે દિવસ પહેલા સિંહને ટ્રેને અડફેટે લીધો હતો 16 ફેબ્રુઆરીના રોજ સવારના સમયે ઉંચેયા નજીક પીપીવાવ રેલવે ટ્રેક પર એક ગૂડ્સ ટ્રેને અડફેટે લેતા સિંહ ગંભીર રીતે ઘવાયો હતો. સમગ્ર ઘટના બન્યા બાદ રાજુલા બૃહદગીર રેન્જની ટીમ છભખ કક્ષાના અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા અને સિંહને વનવિભાગ દ્વારા કબ્જે લઈ પ્રથમ બાબરકોટ એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડાયો હતો. પ્રાથમિક સારવાર કરાય હતી અને ત્યાર બાદ સિંહને બચાવવા માટે પાલીતાણા શેત્રુંજી ડીવીઝનના ઘભખ નિશા રાજ દ્વારા ઇમરજન્સી લાઈન એમ્બ્યુલન્સ મારફતે જૂનાગઢ ચક્કરબાગ ખાતે ખસેડાયો હતો. જ્યાં વેટિનરી ડોક્ટરોની ટીમો વધુ હોય જેથી વધુ સારવાર મળી શકે પરંતુ સિંહને 3 દિવસ સુધી સારવાર આપી પરંતુ સિંહને ગંભીર ઇજા હોવાને કારણે સિંહનુ સારવાર દરમિયાન મોત નીપજ્યું છે.