રાજુલા નાયબ મામલતદારની દબંગગીરીનો વધુ એક વિડી્યો આવ્યો

  • રાજુલા હાજર થયા ત્યારથી કચેરીમાં સતત વિવાદનું કેન્દ્ર : અન્ય કર્મચારીઓમાં પણ કચવાટ શરૂ 

રાજુલા,

રાજુલા મામલતદાર કચેરી મા નાયબ મામલતદાર કે.પી.ચાવડા સતત વિવાદો મા ઘેરાયા છે અહીં અરજદારો સાથે સતત વિવાદ ના વિડ્યો સતત પ્રકાશ મા આવી રહ્યા છે અને અહી સ્થાનિક હેડક્વાર્ટર છોડી અન્ય શહેર માંથી અપદાઉન કરી રહ્યા છે જ્યારે ધારેશ્વર ના અરજદાર બાલુભાઈ વેકરીયા સાથે ગેર વર્તુણ બાદ વધુ 1 વિડ્યો સામે આવ્યો છે જેમા એક સમાન્ય અરજદાર સાથે ગેર વર્તુણ કરી હતી અને મામલતદાર પણ દોડી આવ્યા છતા નાયબ મામલતદાર એ તેમની દબંગગિરી સતત ચાલુ રાખી અરજદાર ને કહી દીધુ તારે થાય તે કરી લેજે વિડ્યો મા ચોખા શબ્દો મા સ્પષ્ટ બોલી રહ્યા છે તારે થાય તે કરી લેજે અને અરજદાર સામે આંખો કાઢી ને ડરાવવા નો પ્રયાસ કરી રહ્યા છે સમગ્ર ઘટના કર્મ નો વધુ 1 વિડ્યો વાયરલ થયો છે અને આખી મામલતદાર કચેરી મા આ નાયબ મામલતદાર ના વિવાદ મામલે ભારે કસવાટ ચાલી રહ્યો છે અન્ય અધિકારી કર્મચારી ઓ મા પણ ભારે સર્ચા નુ કેન્દ્ર ચાલી રહ્યું છે ત્યારે હવે સવાલ એ છે જીલા કક્ષા એ થી કોઈ કાર્યવાહી થશે કે કેમ?તેના પર લોકો નજર રાખી રહ્યા છે અને શું આવી ગેર વર્તન કરવા બાબતે આવા દબંગગીરી બતાવતા નાયબ મામલતદાર કક્ષા ના અધિકારી સામે કોઈ કાર્યવાહી ની હિંમત કરશે કે કેમ તે પણ એક મોટો સવાલ છે.

નાયબ મામલતદાર સામે ઉચ્ચ અધિકારીઓ પણ નારાજ
સૂત્રો પાસે થી મળતી માહિતી પ્રમાણે આ નાયબ મામલતદાર ના સતત વિવાદો ના કારણે ઉચ્ચ અધિકારીઓ પણ ત્રસ્ત અને નારાજ હોવાનુ મનાય છે જ્યાં જ્યાં બદલી ઓ કરાવી જાય છે ત્યા વિવાદ નો સર્જાય છે.