રાજુલા ના ધૂડિયા આગરીયા પાસે કન્ટેનર શિંગ તેલ ભરલુ પલટી મારી ગયુ

  •  આસપાસ ના 3 ગામો ના લોકો ઘરે થી બેરલ જેવી સામગ્રી સાથે તેલ લૂંટવા પોહચીયા
  • સવાર થી બપોર સુધી ચાલી અફડા તફડી છેવટે તેલ ઢોળાય રહ્યું હતુ જેનો લાભ લોકો એ ભરપૂર લીધો તેલ ભરવા લોકો તેલ મા લથબથ થયા હતા 
રાજુલા સાવરકુંડલા સ્ટેટ હાઇવે પર વહેલી સવારે કન્ટેનર ચાલક પીપાવાવ પોર્ટ તરફ આવતો હતી અને કન્ટેનર કાબુ ગુમાવતા ધુડીયા આગરીયા ગામ નજીક પલટી મારી ગયુ હતુ અને શિંગ તેલ હોવાના સમાચાર સ્થાનિકો ને મળતા અહીં આસપાસ ના ખેત મજૂરો થી લઈ સારા ખેડૂતો પણ અહીં પોહચિયા હતા ખૂબ મોટી સંખ્યા માં લોકો તેલ ભરવા પોહચીયા અહીં અફડા તફડી સર્જાય હતી ખાળીયા મા બોરડી ના કાંટા વચ્ચે પોહચી ઇજા ઓ થઈ છતા તેલ ના ડબા ભર્યા પછી સંતોષ ન થયો છેલ્લે લોકો રીક્ષા ઓ લઈ મોટા બેરલો લઈ પોહચીયા હતા અને રીક્ષા ના મારફતે કોઈ દૂધ ના કેરબા તો કોઈ ડબા,હાંડા,હેલ સહિત આ પ્રકાર ના વાસણો લઈ પોહચીયા કોઈ મહિલા ઓ એક બાળકો યુવાનો વૃદ્ધઓ સહિત બધા જ લોકો એ અહીં થી શિંગ તેલ ભરી ભરી પોતાના ઘરે પોહચડવા માટે રીતસર ફેરા લાગ્યા હતા. આ ઘટના કર્મ સવાર થી બપોર સુધી ચાલ્યો હતો અને વાહન ચાલકો જોતા જોતા રમુજી કરતા હતા. સાથે સાથે અહીં નવા આગરીયા,ધુડીયા આગરીયા,મોટા આગરીયા,માંડરડી સુધી ના લોકો અહીં પોહચીયા હતા અને ઘટના ની જાણ થતા પોલીસ પણ દોડી આવી હતી. અને અહીં આ ઘટના ક્રમ સવાર થી બપોર સુધી ચાલ્યો હતો જોકે આ તેલ ઘણું બધુ બહાર પણ ઢોળાયુ હતુ પરંતુ સ્થાનિક લોકો તેલ ના દ્રશ્યો જોય જાણે રૂપિયા નું કન્ટેનર પલટી માર્યું હોય તેવી રીતે અહીં તેલ લેવા માટે અફડા તફડી કરતા હતા થોડીવાર માટે તો લાઈન લાગી હતી. લોકો એ લાઈન માં લેવા નુ નકી કર્યું પરંતુ સ્થિતિ બદલાતા અફડા તફડી વહેલા તે પહેલા ના દ્રશ્યો સર્જાયા હતા.