રાજુલા પંથકના ઉધોગ ગૃહોનો મુદ્દો વિધાન સભામાં ગુંજ્યો

યુવાનો બે રોજગાર એક સમયે 10,000 કામદારો કામ કરતા હતા અત્યારે 300 માણસો પણ નથી : સરકાર વિચારે શ્રી ડેર

રાજુલા પંથક ના મોટાભાગ ના ઉદ્યોગ ગૃહો માં કામદારો અને કોન્ટ્રાકટરો ના કરોડો રૂપિયા ફસાયા હોવાને કારણે રોજગારી નો મુદ્દો સૌવ થી વિકટ બન્યો છે અહીં આવેલ પીપાવાવ રિલાન્સ નેવલ કંપની બાબતે વિધાન સભા માં ધારાસભ્ય અંબરીશ ડેર દ્વારા પ્રશ્ન ઉઠાવ્યો અહીં એક સમયે 10,000 કામદારો કામ કરતા હતા અને અત્યારે 300 વ્યક્તિ પણ કામ નથી કરતા હાલત દયનિય બની છે વિસ્તાર ની 2 થી ત્રણ કંપની ના પ્રશ્ન ઉઠાવ્યા હતા પગાર ચૂકવ્યા નથી અંદાજે 100 જેટલા કોન્ટ્રાકટરો ના 150 કરોડ રૂપિયા 5 વર્ષ થી બાકી છે નાના કમર્ચારી કોન્ટ્રાકટરો ને પગાર ચૂકવ્યા નથી વારંવાર રજુઆત કરવા છતાં રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા કોઈ પરિણામ નથી આવ્યું આવા નાના કમર્ચારી ઓ નું ધ્યાન નહિ રાખ્યે તો સ્થિતિ શું થશે રાજુલા વિસ્તાર માં બાળકો ની સ્કૂલ ની ફી ભરવા માટે ના પૈસા નથી માત્ર કંપની ની વાહ વાહ થાય છે ત્યારે રાજુલા પંથક ની કંપની સામે ધારાસભ્ય અંબરીશ ડેર દ્વારા વિધાન સભા માં પ્રશ્નો ઉઠાવ્યા છે.