રાજુલા પંથકના વડ ગામમા અતિવૃષ્ટિથી કેળ ,કપાસ,જુવાર સહીતના પાકનું ધોવાણ

  • રાજ્ય સરકાર સર્વેની ટિમ વડ ગામમાં તાકીદે ઉતારે તેવી ગ્રામજનોની માંગ

રાજુલા,સતત પડેલ ભારે વરસાદ ના કારણે રાજુલ જાફરાબાદ વિસ્તાર ના ખેડૂતો ને વ્યાપક માં પ્રમાણ માં નુકસાન ગયું છે પરંતુ રાજુલા પંથક માં છેલ્લા 24 કલાક માં પડેલા ભારે વરસાદ ના કારણે વડ ગામ અતિ વૃષ્ટિ સર્જાય છે અહીં ભારે વરસાદ પવન સાથે પડતા અહીં ગામ ના મોટાભાગે ખેડૂતો કેળ નું વાવેતર કરતા હતા પરંતુ આ કેળ નું ધોવાણ થયું છે સાથે સાથે કપાસ,જુવાર કેરી ના આંબા જેવા વિવિધ પ્રકાર ના પાકો નું ધોવાણ થયું છે જેથી ખેડૂતો ને ખુબ મોટા પ્રમાણ માં નુકસાન વેઠવવવા નો વારો આવ્યો છે અહીં કેળ ના મહાકાય વૃક્ષ હોય છે તે એટલો ઝડપી પવન સાથે વરસાદ પડતા રીતસર નું ધોવાણ થયું સાથે સાથે કેટલીક જમીનો તો એવી છે પાણી થી છલોછલ ભરેલી છે જે 15 દિવસ સુધી ખેડૂતો તેની જમીન જય શકે નહીં તેવી હાલત છે ત્યારે વડ ગામ ના ધરતી પુત્રો માટે વિશેષ રાહત પેકેજ અથવા તો રાજ્ય સરકાર ઝડપી સર્વે કામગીરી કરી યોગ્ય વળતર સહાય કરે તેવી ગ્રામજનો ની માંગણી ઉઠી છે આજે ખુબ વ્યાપક પ્રમાણ માં નુકસાન ખેડૂતો ને ગયું હોવાનું મનાય છે સાથે જિલ્લા કલેકટર અને પ્રાંત અધિકારી દ્વારા ખાસ વિશેષ ટિમો બનાવી આ વડ ગામ ની અતિવૃષ્ટિ ધોવાણ અંગે ની તપાસ કરવા પણ લોકો એ માંગણી ઉઠાવી છે.