રાજુલા પંથકમાં ઘરે ઘરે તાવના દર્દીઓ

રાજુલા,
રાજુલા તાલુકામાં ઘરે ઘરે તાવ ના ખાટલા ગંદકીને કારણે રોગ શાળા વકરે તો નવાઈ નહીં રાજુલા શહેરમાં છેલ્લા દશક દિવસથી ઠેર ઠેર પાણી ભરેલું હોવાથી મશરોનો ઉપદ્રવ વધી રહ્યો છે અને શહેરમાં તમામ દવાખાનાઓમાં તાવના દર્દીઓ જોવા મળી રહ્યા છે ત્યારે સરકારી હોસ્પિટલમાં પણ દરરોજ 150 જેટલા કેસ તાવ શરદી ના આવે છે નગરપાલિકા દ્વારા અને આરોગ્ય ખાતા દ્વારા તાત્કાલિક ધોરણે દવા છટકાવવામાં આવે તેવી માંગણી રાજુલા શહેરમાંથી ઉઠવા પામી છે રાજુલામાં પાણી ભરેલ છે તે વિસ્તાર શ્રીજી નગર ગોકુળ નગર બીડી કામદાર શિક્ષક સોસાયટી ભેરાઈ રોડ રેનબો સોસાયટી, વોરા સોસાયટી સહિત વિસ્તારમાં નગરપાલિકા દ્વારા દવા છટકાવવામાં આવે તેવી માંગણી સોસાયટી વિસ્તારમાંથી ઉઠી છે હાલ તો રાજુલામાં 20 જેટલા દવાખાના છે તે તમામ દવાખાનાઓ સાવ શરદી ના દર્દીઓ પ્રાઇવેટ દવાખાનામાં પણ ઉભરાય છે જ્યારે સરકારનું આરોગ્યતંત્ર અને પાલિકા નું તંત્ર ઠેર ઠેર થી પાણી હટાવે અને દવા છટકાવે ગંદકી અને સફાઈ તાત્કાલિક કરાવે તેવી માંગણી