રાજુલા પાલિકાનાં પૂર્વ પ્રમુખ રામકુભાઈ ધાખડાનું નિધન

  • કોરોનાએ વધુ એક આગેવાનનો ભોગ લેતા ઘેરો શોક
  • કોરોનાએ ભોગ લેતા સમગ્ર કાઠી સમાજમાં ભારે શોકની લાગણી વ્યાપી : શ્રધ્ધાસુમન અર્પણ

રાજુલા,
અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના કાઠી સમાજના અગ્રણી અને અને સેવાભાવી કાર્યકર એવા રાજુલા નગરપાલિકા પૂર્વ પ્રમુખ રામકુભાઈ ધાખડા નું દુ:ખદ અવસાન થતાં સમગ્ર શહેરમાં આજે ભારે શોકની લાગણી વ્યક્ત થઈ હતી રામકુભાઈ ધાખડા રાજુલા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ કાઠી ક્ષત્રિય સમાજના અગ્રણી હતા જેના દુ:ખદ અવસાનથી રાજુલા પ્રમુખશ્રી બકુલભાઈ વોરા માજી ધારાસભ્ય શ્રી હિરાભાઇ સોલંકી પૂર્વ ધારાસભ્ય શ્રી પ્રતાપભાઇ વરૂ જીલ્લા પંચાયત કારોબારી ચેરમેન શ્રી ટીકુ ભાઈ વરુ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ શ્રી જશુભાઈ ધાખડા પૂર્વ પ્રમુખશ્રી સંજય ભાઈ ધાખડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકના ડિરેક્ટર દાદ ભાઈ વરુ જિલ્લા ભાજપ મહામંત્રી શ્રી ર વું ભાઈ ખુમાણ વકીલ ના પ્રમુખશ્રી જયરાજભાઇ ખુમાણ તથા પત્રકાર શ્રી કનુભાઈ વરુ તથા શિવકુમાર રાજગોર. અમરુ ભાઈ બારોટ માજી તાલુકા પંચાયતના પ્રમુખશ્રી હનુભાઈ ધાખડા તથા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ શ્રી વાલજીભાઇ બાબરીયા તથા કિશોરભાગઈ ધાખડા દીપ ભાઈ રાઠોડ માર્કેટીંગ યાર્ડના પ્રમુખ શ્રી જીગ્નેશભાઈ પટેલ તથા ભરતભાઈ સાવઘલિયા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ શ્રી કનુભાઈ ધાખડા જિલ્લા પૂર્વ કારોબારી ચેરમેન નીમ ભાઈ ખુમાણ સંઘના ડિરેક્ટર શ્રી જશુભાઈ ખુમાણ માજી પ્રમુખ તાલુકા પંચાયત મીઠાભાઈ લાખણોત્રા તથા પૂર્વ પ્રમુખશ્રી અમરુ ભાઈ ધાધલ. સંઘના ડાયરેક્ટર શ્રી હસુભાઈ વરુ દુ:ખની લાગણી વ્યક્ત કરી હતી