ખાંભાના પાટીની સીમમાં વાડીએ કામ કરતા માતા અને પુત્રની રાત્રીથી બપોર સુધીમાં હત્યા

અમરેલી,
ખાંભા તાલુકાના પાટી ગામે પોતાની વાડીએ કામ કરતા પ્રૌઢ સુરેશભાઈ જીવરાજભાઈ સુહાગીયા તેમજ તેમના વૃધમાતા દુધીબેન જીવરાજભાઈ સુહાગીયાની રાત્રીથી સવારનાં 11:30 સુધીમાં કોઈ શખ્સોએ તીક્ષ્ણ હથિયાર તેમજ બોથડ પદાર્થ મારી બેવડી હત્યા કરતા આ બનાવની ફરિયાદખાંભા પોલીસ મથકમાં જીતેન્દ્રભાઇ ઘુસાભાઇ સુખડીયાએ કરતા જાણ થતા જીલ્લાના પોલીસ અધિકારીઓ સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી જઈ તપાસ હાથ ધરી છે. આ બનાવની તપાસ ખાંભાના પી.એસ.આઇ એમ.ડી.ગોહિલ ચલાવી રહ્યાં છે.