રાજુલા બની રહયુ છે માઉન્ટ આબુ જેવુ રમણીય : બેનમુન કુદરતી સૌદર્ય છલકાયું

  • પર્વતોની ગોદમાં આવેલ ધાતરવડી -2 રાજુલાના આસપાસના ગામો માટે પીકનીક પોઇન્ટ બની શકે છે

રાજુલા,
સાંજના લોકો આ ડેમમાં આજુબાજુ હરવા ફરવા જાય છે કુદરતી સૌંદર્ય ડેમમાં ભરેલું પાણી અને અંદર પક્ષીઓ જોવા લાયક છે તમે સાંજે સૂર્ય નારાયણ ની તસ્વીર જોવાલાયક છે આ તસવીર જોવા માં માઉન્ટ આબુ જેવી છે પરંતુ અહીં કુદરતી સૌંદર્યથી ભરપુર છે ત્યારે નગરપાલિકા દ્વારા આ ડેમને હરવા-ફરવા માટે નું સ્થળ બનાવવા માટે જરૂરી બાંકડાઓ અને વૃદ્ધોને બેસવા માટે અને બાળકોને રમવા માટે વ્યવસ્થાની ખાસ જરૂર છે.
પાલિકા દ્વારા રાજુલા શહેરમાં આવેલા ડેમમાં કુદરતી સૌંદર્યથી ભરપુર છે આજુબાજુ પર્વતોની પહાડો છે અને લોકોને ફરવા માટેનું સ્થળ છે ત્યારે આ ધાતરવડી ડેમ બે ખાસ કિસ્સા તરીકે વિકસાવવામાં આવે શહેરીજનોની માંગણી અને લાગણી છે.