રાજુલા બાયોડીઝલનો મોટો જથો સિઝ કર્યો

  • પોલીસ અને મામલતદાર ની સંયુક્ત કાર્યવાહી
  • છેલ્લા ઘણા સમયથી ભેળસેળ યુક્ત બાયો ડીઝલ, પેટ્રોલ વહેંચાતા તંત્ર એક્શનમાં : બાયો ડીઝલ સામે કાર્યવાહી શરૂ

રાજુલા,
રાજુલા પંથક મા છેલ્લા કેટલાય સમય થી બાયો ડીઝલ અને ભેળસેળ યુક્ત પેટ્રોલિયમ નો જથો ક્યાક ને ક્યાક જોવા મળી રહ્યો હતો અને મામલતદાર ની ટીમો દ્વારા સતત કાર્યવાહી શરૂ કરી છે અગાવ 3 થી વધુ બાયોડીઝલ ના પંપ પણ સીઝ કરી દેવાયા છે ત્યારે ફરીવાર આજે પોલીસ અને મામલતદાર ની ટીમ દ્વારા સંયુક્ત ઓપરેશન કરી દરોડા પાડ્યા હતા જેમા હિંડોરણા નજીક આવેલ હોટલ બાજુ મા રામદેભાઈ લક્ષ્મણભાઈ ડેર ની માલીકી માંથી 4200 લીટર નો જંગી જથો મળી આવ્યો સાથે મુદ્દામાલ સાથે કુલ 4,07,900 નો સિઝ કર્યો અને આગળ ની કાર્યવાહી હાથ ધરી છે જેમા બાયો ડીઝલ ક્યા થી લવાયો હતો અહીં ક્યા ક્યા અપાયો હતો સહિત કાર્યવાહી હાથ ધરી હતી મામલતદાર ગઢીયા,પી.આઈ.આર.એમ.જાલા,પોલીસ ટીમ અને મામલતદાર ટીમ ના રાહુલભાઈ ગોહીલ,સાગરભાઈ રાજગોર,મધુભાઈ ભમર સહિત સ્ટાફ ટીમો દ્વારા કાર્યવાહી હાથ ધરી હતી.