રાજુલા ભુજ એસટી સ્લીપીંગ બસ શરૂ

રાજુલા,
રાજુલા શહેર માં વર્ષો જૂની વેપારી ની માંગણી હોવાથી તેમજ અવાર નવાર ચેમ્બર ઓફ કોમર્સ ના પ્રમુખ બકુલભાઈ વોરા ની માંગણી ને ધ્યાને અમરેલી વિભાગીય નિયામક ચારોલા ને નજરે આવતા નિયામક ચારોલા જ્યારે 31 ડિસેમ્બરે નિવૃત્ત થવા જઈ રહ્યા છે ત્યારે તેમને રાજુલા ડેપો ને આપી એક યાદરૂપી ભેટ આ વિભાગ ના ડિવિઝન ટ્રાફિક ઓફિસર વિમલ નથવાણી સાથે વાત કરતા રાજુલા ભુજ શરૂ કરવા બાબતે ડિવિજન એ.ટી.આઈ સુરગભાઈ વાળા એ રાજુલા ના ડેપો મેનેજર ગઢવી સાથે ચર્ચા કર્યા બાદ રાજુલા ભુજ શરૂ કરવામાં આવેલ છે જે રાજુલા થી સાંજે 8.00 કલાકે સ્લીપર ગાડી ઉપડશે આ ગાડી શરૂ કરવા માટે રાજુલા ના ડેપો મેનેજર ગઢવી સાથે ચર્ચા કરી ને આ ગાડી શરૂ કરવાનું નક્કી કરવામાં માં આવેલ ત્યારે 28.12 રાત્રી ના 8.00 કલાકે રાજુલા ના ડેપો મેનેજર ના હસ્તે આ ગાડી ને લીલી જંડી આપવામાં આવી આ બસ ભુજ થી 6.00 વાગે અને રાજકોટ થી રાત્રે 12.25 અમરેલી.રાજુલા માટે મળશે ઉપરોક્ત કાર્યક્રમ રાજુલા એ.ટી.આઈ. સૈયદ તેમજ ભરતભાઇ વરુ તેમજ પ્રતાપ દાદા તેમજ ચંપુભાઈ ચાંદુ,કશુભાઈ ધાખડા તેમજ વી.વી.જોશી સહિત નો સ્ટાફ હાજર રહેલા.