રાજુલા માર્કેટયાર્ડમાં અનાજ લાવી હરરાજી કરાવી વેંચવાનું મોટુ કૌભાંડ બહાર આવે તેવી શકયતા

  • રાજુલામાં ઝડપાયેલું અનાજ એફ.સી.આઈ.નું હોવાની તંત્રને આશંકા
  • નાયબ કલેકટર,મામલતદારની ટીમ દ્વારા તપાસનો ધમધમાટ : અનાજનો જથો સીઝ કર્યો

રાજુલા,
રાજુલા માર્કેટીંગ યાર્ડ મા 1 આઇસર ટ્રક અનાજ નુ ભરેલુ હોવાની બાતમી ના આધારે નાયબ કલેકટર કે.એસ.ડાભી,મામલતદાર ગઢીયા ની ટીમ દ્વારા દરોડો પાડતા ચોંકાવનારી વિગતો મળી આવતા તંત્ર ચારે તરફ હવે તપાસો શરૂ કરી છે હાલ મા 2 વેપારી ના નિવેદનો લેવાયા છે જેમા માર્કેટીંગ યાર્ડ ના વેપારી સુરેશભાઈ તારપરા, હનીફભાઈ કપાસી આ બંને વેપારી ના કબ્જા માંથી આ અનાજ નો પૂવરઠા નો જથો મળી આવ્યો છે જ્યારે મોડી રાતે બંને વેપારી ના નિવેદનો પણ તંત્ર દ્વારા લેવાયા હતા જ્યારે આ બંને વેપારી ઓ દ્વારા હરાજી કરતા હોવાનુ તપાસ મા ખુલ્યુ છે જ્યારે આ જથો એફ.સી.આઈ. નો હોવાનુ પણ ખુલ્યુ છે તંત્ર ને ચારે તરફ આ અનાજ ના જથા પર શંકા ઉપજી રહી છે તંત્ર ની ટીમો તપાસ કરી રહી છે જ્યારે હાલ મા ઘઉં ના 778,તેમજ ચોખા 196 કટા આ જથો સિઝ કરી દીધો છે અને પૂછ પરછ શરૂ કરી છે જ્યારે હાલ મા રાજય સરકાર દ્વારા ગરીબ પરિવારો જે અનાજ સસ્તા અનાજ ની દુકાન ધારકો ને મફત આપવા ની યોજના ચાલી રહી છે એ યોજના નો લાફ લય અનાજ સગેવગે કરાવવા ના કૌભાંડ ની આ શંકા સેવાય રહી છે બીજી તરફ માર્કેટીંગ યાર્ડ મા ચોખા કેવી રીતે પોહચીયા કોણે પોહચાડયા ચોખા નુ વાવેતર આ વિસ્તાર માં નથી તો ચોખા આવ્યા ક્યાં થી આ જથો પુરવઠા નો હોવાનુ તપાસ મા ખુલ્યુ છે જ્યારે રાજુલા શહેર અને ગ્રામ્ય વિસ્તાર ની રેશનિંગ ની દુકાનો માથી કેટલુ અનાજ નું વિતરણ અને કોના કોના નામે થયુ છે તે તપાસ નો વિષય બન્યો છે હરાજી કરવા કોણ કોણ આપી ગયુ તે પણ તપાસ નો વિષય બની ગયુ છે જ્યારે સૂત્રો પાસે થી મળતી વિગતો મુજબ રાજય સરકાર દ્વારા અપાતુ મફત અનાજ નો જથો દુકાદારો પાસે રહેતો હતો પૂરતો જથો આવતો હતો .
પરંતુ તેમ છતા તેમાંથી કોઈ ગોલમાલ કરી બારોબાર વહેચાય જાય તે માટે કેટલાક ઈસમો આ કૌભાંડ મા સક્રિય થયા હતા તેને લઈ ને આ અનાજ કૌભાંડ ના તાર ફરી મોટા ખુલે તેવી શકયતા વેપારી ઓ પાછળ અન્ય કેટલા લોકો સંડોવાયેલા છે કે કેમ? તે તપાસ નો ધમધમાટ શરૂ થયો છે માર્કેટીંગ યાર્ડ ની કેટલીક શંકાસ્પદ દુકાનો પણ ખોલાવી તપાસ શરૂ કરી છે જ્યારે કેટલાક સૂત્રો પાસે થી એવી પણ વિગતો મળી રહી છે આ અનાજ કૌભાંડ કરવા માટે યાર્ડ નો સહારો લીધો હતો યાર્ડ માં ખેડૂતો ના ઘઉં સહિત નો માલ સામાન આવતો હોય છે જેથી શંકા ઉપજે નહિ આ પ્રકાર ની વિગતો બહાર આવે તેવી શકયતા મનાય રહી છે બીજી તરફ માર્કેટીંગ યાર્ડ મા હરાજી માટે આપેલા જથા કોણ કોણ આપી ગયા છે.
તેની યાદી માર્કેટીંગ યાર્ડ પાસે થી તંત્ર એ મેળવી છે તે યાદી મા નામ પ્રમાણે તેમના નિવેદનો લેવા ની કાર્યવાહી શરૂ કરાશે હાલ મા સમગ્ર અનાજ કૌભાંડ આખુ શંકા ઉપજાવી રહ્યું છે.