રાજુલા માર્કેટયાર્ડમાં છ બેઠકો બિનહરીફ કરાવતા શ્રી હિરાભાઇ

  • રાજ્યનાં સહકાર વિભાગ દ્વારા માર્કેટયાર્ડની ચુંટણી જાહેર થતાં ફોર્મ ખેંચવાનાં છેલ્લા દિવસે

 

  • રાજુલા માર્કેટયાર્ડની કુલ 16 બેઠકોમાંથી 6 બેઠકો બિનહરીફ થતાં હવે 10 બેઠકોમાં ચુંટણી જંગ ખેલાશે

 

  • માર્કેટયાર્ડની 10 બેઠકો માટે ચોથી ડીસેમ્બરે ખેલાશે ચુંટણી જંગ : 15મીએ મત ગણતરી

 

  • માર્કેટયાર્ડની છ બેઠકો બિનહરીફ થતાં પુર્વ ધારાસભ્યશ્રી હિરાભાઇ સોલંકી ઉપર થઇ રહેલી સતત અભિનંદનની વર્ષા

 

રાજુલા, (કનુભાઇ વરૂ)અમરેલી જિલ્લા રાજુલા તાલુકા માર્કેટિંગ યાર્ડમાં આજે ફોર્મ ખેંચવાના છેલ્લા દિવસે પૂર્વ કૃષિમંત્રી દિલીપભાઈ સંઘાણી અને માજી ધારાસભ્ય હીરાભાઈ સોલંકી સાંસદ શ્રી નારણભાઈ સતત પ્રયત્નો થી મળેલી સફળતા 16 બેઠકોની ચૂંટણી હતી જેમાં પૂર્વ સંસદીય સચિવ શ્રી હિરાભાઇ સોલંકી યાદ ના ડિરેક્ટરોની પેનલ ઊભી રાખી હતી સામાપક્ષે ધારાસભ્ય શ્રી અમરીશભાઈ ડેર દ્વારા કોંગ્રેસની પેનલ ઉભી રાખવામાં આવી હતી જે કે જે પૈકી આજે પૂર્વ કૃષિમંત્રી દિલીપ સંઘાણી અને હીરાભાઈ સોલંકી દ્વારા 6બેઠકો બિન હરીફ ભાજપને ફાળે જાય છે જેમાં બિનહરીફ તરીકે યા.ડના પૂર્વ પ્રમુખ શ્રી જીગ્નેશભાઈ પટેલ સંઘના પૂર્વ પ્રમુખ શ્રી મનુભાઈ કસવાળા તથા વેપારી અગ્રણીઓ શ્રી રાજુભાઇ પલસાણા તથા યુવા ભાજપ અગ્રણી શ્રી હુસેનભાઇ રહેમાન ભાઈ. શેલત તથા દુલા ભાઈ વાવડીયાપટેલ આગેવાન શ્રી ધીરુભાઈ રાદડિયા બિનહરીફ જાહેર થયા હતા જ્યારે બાકી રહેલી 10 બેઠકો માટે 20 ઉમેદવારો ભાજપ કોંગ્રેસના આમને સામને છે જેમાં એક અપક્ષ ધીરુભાઈ કાસડચૂંટણી લડી રહ્યા છે. 10 બેઠકો માટે હાલ 21 ઉમેદવારો લડી રહ્યા છે આમ આગામી 4 12 ના રોજ 560 જેટલા મતદારો છે તે પૈકી 10 ઉમેદવારો વિજેતા જાહેર થશે આમ રાજુલા નું માર્કેટિંગ યાર્ડ કરોડો રૂપિયાનું ટર્નઓવર ધરાવતું જિલ્લાનું બીજા નંબરનું યા ડ છે વિજેતા ઉમેદવારો આજે બિન હરીફ હતા રાજુલા. હીરાભાઈ સોલંકી ના ટીંબી પ્રમુખ ચેતનભાઇ શિયાળ તથા જિલ્લા બેંકના ડિરેક્ટર શ્રી દાદ ભાઈ વરુ પૂર્વ પ્રમુખ જીગ્નેશભાઈ સહિત ટીમ દ્વારા કોરોનાની મહામારી ને ધ્યાનમાં લઇ ફટાકડા અને ઉત્સવ મહોત્સવ બંધ રાખ્યો હતો અને માર્ચ પેરી ને રૂખડ ભગતની વાવડી એ દર્શન કરવા ગયા હતા. બિન હરીફ થયાની જાણ ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને પ્રદેશ ભાજપ આર.સી.ફળદુ ને થતા માર્કેટીંગ યાર્ડના પ્રમુખશ્રી જીગ્નેશભાઈ પટેલ અને હીરાભાઈ સોલંકી ને બિન હરીફ કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા અત્રે ઉલ્લેખનીય છે કે ધારાસભ્યશ્રી અમરીશ ભાઈ ડેર ટીમ શ્રી માજી તાલુકા પંચાયત પ્રમુખ શ્રી હનુભાઇ ધાખડા ના સરપંચ શ્રી ટપુભાઈ તથા જોરુભાઈ ઊશિયા. ભાણાભાઈ આગરીયા સામે ભાજપના ટીમના હીરાભાઈ ની આગેવાની તળે કાતર ના સરપંચ શ્રી અમરીશભાઈ વરુ તથા છગનભાઇ ધડૂક. તથા મનુભાઈ વડલી અરજણભાઈ ભેરાઇ માધુભાઈ વોરા તથા પીઠાભાઇ નકુમ ભાજપના અગ્રણીઓ ચૂંટણી લડી રહયા .6 ઉમેદવાર બિનહરીફ કરવામાં હીરાભાઈ સોલંકી ને સફળતા મળી હતી 42 પૈકી 21 ફોર્મ રહ્યા હતા જે પૈકી હાલ 10 ઉમેદવારની ચૂંટણી તારીખ 4 12 ના રોજ યોજાશે અને મતગણતરી તારીખ 5 12 ના રોજ . ગણતરી હાથ ધરવામાં આવશે તેમ ચૂંટણી અધિકારી જીલ્લા રજીસ્ટાર તીર્થ રાણીએ જણાવ્યું હતું.