રાજુલા માર્કેટયાર્ડમાં 9 હજાર મણ કપાસનુ 600 થી 900 રૂપિયાના ભાવે વેચાણ થયું

  • માર્કેટયાર્ડમાં ખેતજણસોની આવક શરૂ થતા ખેડુતો અને વેપારીઓનો ધમધમાટ

રાજુલા,
અમરેલી જિલ્લામાં રાજુલા માર્કેટિંગ યાર્ડ ધમધમતાં માર્કેટિંગ યાર્ડ આ સરદાર પટેલ યાર્ડની સુંદર કામગીરીને ધ્યાને લઇ આ વિસ્તારના રાજુલા જાફરાબાદ ખાંભા વિસ્તારના સવાસો જેટલા ગામડાના ખેડૂતો રાજુલા માર્કેટિંગ યાર્ડ વેચાણ માટે વધુ પસંદ કરે છે કારણ કે અહીં ખેડૂતોને ઝડપથી પેમેન્ટ મળશે વરસાદમાં કપાસ ન પડે તે માટે આધુનિક સેડ છે વધુમાં ખેડૂતોને આરામ અને બેસવાની સુવિધા પણ આધુનિક ઉપલબ્ધ શે ગમે તેટલો યા ડ અને શેડમાં ભરાવો હોય છતાં રાજુલા યાડ માં સાંજના ચાર વાગ્યા પહેલા વેચાણ કાર્ય પૂર્ણ થાય છે પરંતુ વધુ માલ કપાસ આજે આવવાનું કારણ ખેડૂતોમાંથી એવું જાણવા મળે છે કે વરસાદમાં ઘરમાં કે ખેતરોમાં ન પડે તે માટે સીધો અહીં કપાસ લાવવામાં આવ્યો છે અને હાલ ખેડૂતો કપાસ નો સંગ્રહ પણ કરતા નથી અને અહીં કપાસનું વેચાણમાં કોઈપણ માથાકૂટ થતી નથી વળી યા ડ ના પ્રમુખ જીગ્નેશભાઈ પટેલ તેમજ ડિરેક્ટરોની ટીમ અને સેક્રેટરી શ્રી રાજુભાઇ સહિત સતત દેખરેખ રાખી ખેડૂતોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે જાગૃત હોવાથી રાજુલા યાર્ડ માં કપાસ વેચવા માટે ખેડૂતો વધુ આકર્ષાય છે આમ સોમવારે આજે 8000થી 9000 મણ જેટલું કપાસ રાજુલા માર્કેટિંગ માં આવ્યો હતો.