રાજુલા,
તા.25/01/2022 ના બપોરના ત્રણેક વાગ્યે ધુડીયા આગરીયા ગામના પુનાભાઇ કાળાભાઇ કલસરીયા ઉ.વ.75 રહે.ધુડીયા આગરીયા વાળા રાજુલા માર્કેટ યાર્ડમાં કપાસ વેંચી આગરીયા જકાતનાકાથી એક રીક્ષામાં બેસી ધુડીયા આગરીયા ગામ તરફ જતા હતા ત્યારે જાપોદર ગામ નજીક ધાતરવડી નદીના પુલના છેડે રીક્ષા ચાલક તથા અગાઉથી રીક્ષામાં બેસેલ બીજા માણસે રીક્ષા ઉભી રાખી ફરીયાદીના ત્રાંસીયાના ખીસ્સામા રહેલ કપાસ વેંચાણના રૂપિયા 28,000/- અચાનક ઝુંટવી (ચીલ ઝડપ) કરી ફરી.ને રીક્ષામાંથી નીચે ઉતારી દઇ જાનથી મારી નાખવાની ધમકી આપી નાસી ગયેલ રાજુલા પો.સ્ટે.ના પો.ઇન્સ.શ્રી ડી.વી.પ્રસાદની સુચના અને માર્ગદર્શન નીચે રાજુલા પો.સ્ટે.ના પો.સબ.ઇન્સ એસ.ડી.જેઠવા તથા હેઙ.કોન્સ ભરતભાઇ મુહાભાઇ વાળા તથા હેઙ.કોન્સ અનોપસીંહ ગગજીભાઇ તથા રાજુલા પોલીસની અલગ અલગ ટીમો ફરીયાદમાં જણાવેલ વર્ણન મુજબના આરોપીઓની તથા ઓટો રીક્ષાની તપાસ કરી અલગ-અલગ જગ્યાના સી.સી.ટી.વી ફુટેઝ ચેક કરી તેમજ પોકેટ ઈ-ય્ેંવર્ભંઁની મદદથી સર્ચ કરી આરોપીઓ તથા રીક્ષા નંબર માહીતી મેળવી આરોપીઓેને રૂપીયા 18,500/-સાથે ગણતરીની કલાકોમાં પકડી પાડી આરોપીઓ વિરૂધ્ધ ધોરણસર કાર્યવાહી કરી આરોપીઓને હસ્તગત કરી બંને આરોપીઓ સોનુ ઉર્ફે “’ભુરો’’ કિશોરભાઇ સોલંકી ઉ.વ.20 ધંધો.ડ્રાઇવીંગ (2) અનિલભાઇ લખમણભાઇ પરમાર ઉ.વ.21 ધંધો.મજુરી રહે.બંને રાજુલા તત્વ જયોતિ વિસ્તાર તા.રાજુલા જી.અમરેલી એ અન્ય કોઇ ગુન્હા કરેલ છે કે કેમ તે દિશામાં વધુ તપાસ હાથ ધરેલ છે.