રાજુલા રેન્જના 15 વર્ષીય સિંહનું સારવાર દરમ્યાન મોત નિપજ્યું

  • ખૂબ મોટી ઉંમર ધરાવતા સિંહનુ મોત : વન વિભાગે ઓપરેશન કર્યુ

રાજુલા,
પાલીતાણા શેત્રુંજી ડીવીઝન નીચે આવતી રાજુલા બૃહદગીર રેન્જ ના ભેરાઈ નજીક દિવલા વિસ્તાર માંથી 30 જાન્યુઆરી એ સિહ નુ રેસ્ક્યુ કરાયુ હતુ આ સિંહ ની ખૂબ મોટી ઉંમર ના કારણે ચાલી શકતો ન હતો જેના કારણે સ્થાનીક વનવિભાગ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન કર્યું અને જૂનાગઢ ચક્કરબાગ ખાતે ખસેડાયો હતો જ્યાં તેમની સારવાર પણ કરાય હતી પરંતુ ખૂબ મોટી ઉંમર ના કારણે સિંહ નુ કુદરતી રીતે મોત નીપજ્યું છે રાજુલા પંથક નો સૌવ થી મોટો સિંહ મનાતો હતો