રાજુલા રેન્જનો રેલ્વે ટ્રેક રેઢો પડ;સિંહોનું અસ્તિત્વ જોખમમા

રાજુલા, અમરેલી જિલ્લા માં અમરેલી અને શેત્રુંજી પાલીતાણા ડીવીજન માં સૌવ થી મહત્વ ની અને અતિ સેન્સિટિવ રેન્જ માં 2 મહિના થી ડાંગ આહવા વિસ્તાર ના આરએફઓ ને રાજુલા મહત્વ ની રેન્જ માં નિમણુંક કરતા વન્ય પ્રાણી ના અસ્તિવ પર સંકટ ઉભું થયું છે ત્યારે ગ્રામીણ વિસ્તાર ના પર્યાવણ પ્રેમી અને વનવિભાગ ના કર્મચારી ઓ માં ભારે ગણગણાટ ઉભો થયો છે રાજુલા રેન્જ માં 50 થી 60 જેટલા સિંહો નો વસવાટ છે ત્યારે આરએફઓ કક્ષા ના અધિકારી ની ઢીલી નીતિ ના કારણે સિંહો ની સુરક્ષા જોખમાય રહી છે રાજુલા ના વાવેરા થી લઇ ને પીપાવાવ પોર્ટ સુધી રેલવે ટ્રેક પર સિંહો ની અવર જ્વર વધી પોર્ટ ના રેલવે ગેટ નજીક દરોજ રોજિંદી સિંહો પરિવાર સાથે અવર જ્વર કરતા હોવાનું જાણવા મળી રહ્યું છે જોકે અહીં નો 2 સિંહો ટ્રેક પર ક્રોસિંગ કરતા હોવાનો વિડીયો શોશ્યલ મીડિયા પર વાયરલ થયો છે તેને લઇ ને સિંહો ની સુરક્ષા ને લય ને સવાલો ઉઠી રહ્યા છે સાથે સાથે આરએફઓ ની નબળી કામગીરી ના કારણે એશિયાટિક સિંહો પર ખતરો તોડાય રહ્યો છે પેટ્રોલિંગ ના અભાવે રેલવે ટ્રેક સહીત ઉદ્યોગ એરિયા રેઢો પડ જેવી સ્થિતિ સર્જાય ફોરેવે પીપાવાવ પોર્ટ ની 3 થી 4 ચોકી ઓ સતત બંધ રહે છે અધિકારી નું મોનીટરીંગ અને પેટલિંગ ના કારણે વન્યપ્રાણી પર મોટો ખતરો જોવા મળી રહ્યો છે અહીં દરોજ ના માટે સિંહો ક્રોસિંગ થાય છે મસમોટા ટ્રકો ટ્રેલરો ક્રેઈન જેવા વાહનો સતત દોડી રહ્યા છે સૌવ થી વધુ રાજુલા પંથક મા માં સિંહોં ખુલા વિસ્તાર માં રહે છે તાજેતર માં અહીં થોડા દિવસ પહેલા નો પીપાવાવ પોર્ટ રેલવે ગેટ નજીક નો એક ફોટો શોશ્યલ મીડિયા પર વાયરલ થયો છે જે તસ્વીર માં સ્પષ્ટ રીતે 2 સિંહો જોખમી ટ્રેક પર થી પસાર થાય છે તે ફોટો સોશ્યલ મીડિયા પર વાયરલ થયા છે રેલવે ટ્રેક આસપાસ રહેતા લોકો પાસે થી જાણવા મળતી વિગત મુજબ દરોજ સાંજ ના 4 વાગ્યા પછી અહીં થી ક્રોસિંગ કરતા જોવા મળે છે ત્યારે એશિયાટિક સિંહો પર ફરી સંકટ ના વાદળો છવાયા છે તાકીદે સરકાર અને વનવિભાગ દ્વારા ઊંડાણું પૂરવક તપાસ કરી અગાવ અહીં ફરજ બજાવી ચૂકેલા લેડી સિંઘમ આરએફઓ રાજલ પાઠક જેવા ઓફિસર જે કડક હાથે કામગીરી કરી શકે અને વન્યપ્રાણી ની સુરક્ષા કરી શકે તેવા ઓફિસર ની ફરી નિમણુંક કરવા લોકો ની માંગણી ઉઠી છે પીપાવાવ પોર્ટ કોવાયા અલ્ટ્રાટેક વિસ્તાર માં અતિ જોખમી વિસ્તાર માં સિંહો સિંહબાળ વન્યપ્રાણી સતત આંટાફેરા કરી રહ્યા છે આરએફઓ અને વનવિભાગ ના કર્મચારી ફોરેસ્ટરો ની ગેર હાજરી ના કારણે સ્થિતિ કથળી છે અગાવ ફરજ બજાવી ચૂકેલા આરએફઓ રાજલ પાઠક 24 કલાક રાત દિવસ પેટ્રોલિંગ કરતા હતા પોર્ટ અને રેલવે ટ્રેક પર નાઈટ પેટ્રોલિંગ રેગ્યુલર જોવા મળતું હતું જયારે હાલ માં પીપાવાવ પોર્ટ ની ગટર બંધ કરવા માટે પણ કોઈ એક્સન લેવાતા નથી વારંવાર સિંહબાળ ગટર માં ખાબકે છે છતાં તંત્ર તમાશો જોય રહ્યું છે.