રાજુલા વિસ્તારમાં ડીઝલ ભાવ વધારાના કારણે ટ્રાન્સપોર્ટના ધંધાર્થીઓને ભારે મુશ્કેલી સર્જાઇ

રાજુલા,
રાજુલા વિસ્તારમાં ડીઝલ ભાવ વધારાના કારણે ટ્રાન્સપોર્ટના ધંધાર્થીને ઓમાભારે મુશ્કેલી અમરેલી જિલ્લાના રાજુલા તાલુકો એટલે ઔદ્યોગિક તાલુકો છે અને ટ્રાન્સપોર્ટ આધારિત તાલુકો હોય તેવી રીતે અહીં સિમેન્ટ ઉદ્યોગ સાયન એનર્જી કંપની યચબન નર્મદા સિમેન્ટ કંપની બાબરકોટ વિસ્તારમાં મોટાભાગના ટ્રાન્સફર ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટ આવેલા છે અહીં અંદાજે 1000 જેટલા ડમ્ફર ટ્રક ઉપરાંત જેસીબી જેવા મોટા વાહનો આ વિસ્તારમાં છે પરંતુ અહીં ડિઝલના ભાવ વધારાના કારણે વાહનચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે એક બાજુ કોરાણા. તેમજ આ વિસ્તારમાં રસ્તાઓ પણ ખરાબ હોવાથી ટાયર નો ઘસારો ના કારણે ટ્રક ડમ્ફર નો ધંધો સંપૂર્ણ મંદિમાં છે ત્યારે અધૂરામાં પૂરું ડીઝલનો સતત ભાવ વધારાના કારણે ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ માં ભારે મંદીની અસર પડી છે લોકો બેન્કમાંથી લીધેલી લોન પણ ભરવી મુશ્કેલ છે.
ટ્રાન્સપોર્ટ વિભાગના માલિકોને એવી માગણી છે કે હાલ ડીઝલ વધારાના કારણે ત્રાહિમામ થઈ ગયા છીએ અને તાત્કાલિક ધોરણે સરકાર ટ્રાન્સપોર્ટ ઉધોગને બચાવી લેવા માટે ભાવ ડીઝલનો ઘટાડવો જોઈએઅને ટૂંક સમયમાં ડીઝલનો ભાવ ઘટાડવામાં નહીં આવે તો ફિરોજભાઈ વિશ્વાસ ટ્રાન્સપોર્ટ વાળાએ જણાવ્યું કે 26 ફેબ્રુઆરીએ ટ્રાન્સપોર્ટ ની દેશ વ્યાપી હડતાળ છે તેમાં રાજુલા જાફરાબાદ વિસ્તારના હડતાળને ટેકો આપી જોડાશે.