અમરેલી,
પીજીવીસીએલના ડીવીઝન દ્વારા કોર્પોરેટ ડ્રાઇવ અમરેલી સર્કલમાં યોજાતા આજે પીજીવીસીએલની 33 ટીમોએ પોતાની સીકયુરીટી સાથે રાજુલા શહેર અને ગ્રામ્ય વિસ્તારો તથા સાવરકુંડલાના વીજપડી સહિતના ગામોમાં વીજ ચેકિંગ કર્યુ હતુ અને રેસીડેન્સના 230, કોમર્શીયલ 17 અને ખેતીવાડીના 8 જોડાણો મળી કુલ 255 જોડાણો ચેક કર્યા હતા જેમાં રેસીડેન્સના 86 કોમર્શીયલ 5 અને ખેતીવાડીનું 1 મળી કુલ 92 જોડાણોમાં ગેરરીતે મળી આવતા કુલ 16 લાખ 91 હજારની ગેરરીતી પકડી પાડી ચેકિંગ ટીમોએ કાર્યવાહી કરી