રાજુલા શહેરમાં અનરાધાર વરસાદ 1 કલાકમાં પોણા બે ઇંચ ખાબક્યો

રાજુલા,અમરેલી જિલ્લા માં આવેલ રાજુલા પંથક માં ચોમાસા નો આજે પ્રથમ વરસાદ ખાબક્યો હતો ભર બપોરે વરસાદી માહોલ અને ત્યાર બાદ મેઘરાજા પ્રથમ વરસાદ ની ઇનિંગ માં મનમુકી વરસતા 41 મિમિ વરસાદ નોંધાયો છે પોણા બે ઇંચ વરસાદ ખાબકતા લોકો એ ગરમી થી રાહત તો અનુભવ્યો સાથે સાથે 1 કલાક સુધી પવન સાથે મુશળધાર વરસાદ પડતા સમગ્ર શહેર માં ઠંડક પ્રસરી જવા પામી હતી સાથે સાથે થોડીવાર માટે નીચાણ વાળા વિસ્તારો માં પાણી પણ ભરાયા હતા જોકે ત્યાર બાદ ધીમે ધીમે પાણી ઓસરી રહ્યા હતા બીજી તરફ રાજુલા ના વાવેરા રોડ પર દર વર્ષે વરસાદ નું આગમન થાય અને વૃક્ષો ધરાશય થાય છે આજે પણ અનેક વ્રૃક્ષો ધરાશયી થયા હતા. સાથે સાથે રાજુલા તાલુકાના નવા આગરીયા,મોટા આગરીયા, વાવડી,વડ, છતડીયા, હિંડોરણા,ભેરાઇ રામપરા, વિક્ટર સહીત કોસ્ટલના ગામો માં ધોધમાર વરસાદ પડ્યો હતો સાથે દરિયા કાંઠે આવેલ ચાંચ બંદર,સમઢીયાળા ખેરા જેવા ગામોમાં ધોધમાર વરસાદ પડ્યો હતો બીજી તરફ જાફરાબાદ શહેર માં વરસાદી ઝાપટા જોવા મળ્યા હતા અને જાફરાબાદ તાલુકાના સરોવડા, દુધાળા,નાગેશ્રી , ટીબી જેવા તમામ ગામો માં મોદી સાંજે ધોધમાર વરસાદ અને રાજુલા પંથક માં પવન સાથે વરસાદ થી થોડીવાર માટે લોકો માં ભાગ દોડ મચી હતી બીજી તરફ શહેર માં આવેલ વીજ કચેરી થી લોકો છેલ્લા કેટલાય દિવસો થી પરેશાન છે રાત્રી ના સમયે અને દિવસ ના સમયે વીજળી નિયમિત નથી રહેતી દિવસ દરમ્યાન સતત આવજાવ કરી રહી છે આજે સવારથી અનેક વિસ્તાર માં વીજળી વિહોણું રાજુલા શહેર હતું ચોમાસામાં મુશ્કેલી ન પડે તે માટે પીજીવીસીએલ તંત્ર દ્વારા લખો નો ખર્ચ કરી વીજવાયરો વીજ્પોલો બદલાવ્યાં હતા પરંતુ આ તમામ મહેનત નિષ્ફળ નીવડી હોવાનું મનાય રહ્યું છે
રાજુલા તાલુકાના વડ ગામથી ચારનાળાના માર્ગે રોડ પર ઘોડાપુર ના દર્શ્યો સર્જાય હતા ધોધમાર વરસાદ ના કારણે ઘોડા પૂર આવ્યું.