રાજુલા શહેરમાં કડાકા-ભડાકા સાથે અઢી ઇંચ વરસાદ

રાજુલા,
ગાજ વીજ સાથે અઢી ઇંચ વરસાદ ખાબક્યો રાજુલા શહેરમાં સવારથી જ સતત ગરમી અને ઉકળાટ બાદ આજે ચારથી છ આમ અઢી કલાકમાં ભારે વરસાદ પડતા રાજુલા શહેરમાં વિસ્તારો જેવા કે શ્રીજી નગર તથા ભેરાઈ રોડ તથા શિક્ષક સોસાયટી તથા ધારનાથ તથા બાયપાસ રોડ તથા મામલતદાર ઓફિસ રોડ તથા ગોકુલ નગર તથા મેન બજાર હવેલી ચોક વિશાળ રસ્તાઓ પાણીથી છલકાઈ ગયા હતા અને લોકોને ટુ વ્હીલ કે પગપાળા પણ મુશ્કેલી ઊભી થઇ શહેરીજનો વરસાદથી પણ ત્રાસી ગયા છે રોજ વરસાદ પડતો હોવાથી ઠેર ઠેર પાણી ભરાયું છે જે પાણીનો નગરપાલિકા દ્વારા હજી સુધી નિકાલ કરવામાં આવ્યો નથી ત્યારે આજે આ વરસાદી ખૂબ જ પાણી ભરાયું છે આ પાણીનો નગરપાલિકા દ્વારા નિકાલ કરવામાં આવે તેવી માંગણી વેપારીઓ માંથી ઉઠવા પામી છે.